સોમવારથી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં શરૂ થઈ રહેલી G20 સમિટમાં વિશ્વભરના નેતાઓ મળવાના છે.
હ્યુમન રાઇટ ઍક્ટિવિસ્ટ ગ્રુપે દરિયાકિનારાની રેતી પર ૭૩૩ રેડ ક્રૉસ દોરેલી ડિશ ગોઠવી
યુનાઇટેડ નેશન્સના આંકડા કહે છે કે વિશ્વમાં ૭૩૩ મિલ્યન એટલે કે લગભગ ૭૩.૩૦ કરોડ લોકો ભૂખથી ટળવળે છે. સોમવારથી બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં શરૂ થઈ રહેલી G20 સમિટમાં વિશ્વભરના નેતાઓ મળવાના છે. આ પ્રસંગે ગઈ કાલે કોપાકબાના બીચ પર એક હ્યુમન રાઇટ ઍક્ટિવિસ્ટ ગ્રુપે દરિયાકિનારાની રેતી પર ૭૩૩ રેડ ક્રૉસ દોરેલી ડિશ ગોઠવીને વૈશ્વિક નેતાઓનું ભૂખ્યા લોકો તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.


