પતિ મોહમ્મદ શહઝાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને વિકાસ પાસવાને પત્નીનું અપહરણ કર્યું હોવાનો આરોપ મૂક્યો
મોહમ્મદ શહઝાદનાં લગ્ન ૨૦૨૧માં સાહેબપુર ગામની એક યુવતી સાથે થયેલાં
આજકાલ પત્ની ભાગી જવાના કે પતિને મારી નાખતી હોવાના કિસ્સાઓનું પ્રમાણ બેફામ વધ્યું છે. બિહારના બેગુસરાયમાં પણ આવી ઘટના થઈ છે જેમાં પત્ની તેના બાળપણના પ્રેમી સાથે ભાગી જતાં પતિએ હૉસ્પિટલની બહાર રડી-રડીને, છાતી કૂટીને અને જમીન પર આળોટીને તોફાન મચાવી દીધું હતું. વાત એમ છે કે સાંખ ગામના મોહમ્મદ શહઝાદનાં લગ્ન ૨૦૨૧માં સાહેબપુર ગામની એક યુવતી સાથે થયેલાં. પતિનો આરોપ છે કે તેની પત્ની ૨૭ માર્ચે તેના કૉલેજકાળના દોસ્ત વિકાસ પાસવાન સાથે ભાગી ગઈ છે. પતિ મોહમ્મદ શહઝાદે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને વિકાસ પાસવાને પત્નીનું અપહરણ કર્યું હોવાનો આરોપ મૂક્યો. એ પછી પત્ની કોર્ટમાં પહોંચી અને પોલીસ તેની મેડિકલ તપાસ માટે તેને હૉસ્પિટલ લાવી હતી. શહઝાદે ઝેરી દવાઓ ખાઈ લીધી હોવાથી તેને પણ હૉસ્પિટલ લાવવામાં આવેલો. પત્નીને જોઈને શહઝાદે નૌટંકી શરૂ કરી દીધી અને રોડ પર આળોટીને ‘મુઝે મેરી બીવી લા દો...’ના નામનું રટણ શરૂ કરી દીધું. પત્નીનું કહેવું છે કે તેનો પતિ તેની મારપીટ કરતો હતો એટલે તે પતિ સાથે રહેવા નથી માગતી. એક વાર પિયર જવાના બહાને તે વિકાસ સાથે ભાગી ગઈ હતી અને મંદિરમાં જઈને લગ્ન કરી લીધાં હતાં.

