કંઈ કામ ન હોય તે વ્યક્તિ બેઠી-બેઠી મચ્છર મારે છે એમ કહેવાય. જોકે ભારતની એક યંગ છોકરી માત્ર મચ્છર મારતી જ નથી, એને ગણે પણ છે. લોકોને અલગ-અલગ શોખ હોય છે, પણ સોશ્યલ મીડિયા પર એક રીલમાં એક યંગ છોકરીની હૉબી જોઈને દંગ રહી જવાય એવું છે.
મચ્છરનું ડૉક્યુમેન્ટેશન
કંઈ કામ ન હોય તે વ્યક્તિ બેઠી-બેઠી મચ્છર મારે છે એમ કહેવાય. જોકે ભારતની એક યંગ છોકરી માત્ર મચ્છર મારતી જ નથી, એને ગણે પણ છે. લોકોને અલગ-અલગ શોખ હોય છે, પણ સોશ્યલ મીડિયા પર એક રીલમાં એક યંગ છોકરીની હૉબી જોઈને દંગ રહી જવાય એવું છે. તે ઘરમાં કંઈ પણ કરતી હોય કે ન કરતી હોય, મચ્છર મારવા તેને બહુ ગમે છે. મચ્છર માર્યા પછી એનું ડેડ-બૉડી તે સાચવી રાખે છે. હજી હમણાં-હમણાં જ નવો શરૂ થયેલો આ શોખ છે જેમાં તે મચ્છર માર્યા પછી એનું નામકરણ પણ કરે છે. એ નામ સાથે તેણે મચ્છરના ડેડ-બૉડીને એક કાગળ પર ચીપકાવ્યા છે. એની નીચે એ મચ્છર ક્યાંથી પકડાયો, કેટલા વાગ્યે પકડાયો અને એનું નામ શું છે એ બધું જ લખ્યું છે. સફેદ કાગળની એક શીટ પર બે ડઝનથી વધુ મચ્છરોનું તેણે કલેક્શન કર્યું છે. આ યુવતીના અનોખા પૅશનની વાત આકાંક્ષા રાવત નામની યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. મચ્છરોનાં નામ પણ તેણે અજીબ પાડ્યાં છે. જેમ કે સિગ્મા બોઈ, રમેશ, બબલી, ટિન્કુ... કોઈકને લાગે છે કે આ છોકરી પાગલ થઈ ગઈ છે, કેમ કે આવું મચ્છરોનું કલેક્શન કેમ કરવું છે એનું કોઈ કારણ કે હેતુ તેની પાસે નથી.

