બિહારના ગોપાલગંજ જિલ્લાના એક ગામમાં રેલવેના ભૂતપૂર્વ કર્મચારી ડી. કે. શ્રીવાસ્તવે અનોખું ઘર બનાવ્યું છે. મોહનપુર ગામમાં આવેલું આ ઘર માત્ર અને માત્ર વાંસમાંથી બનેલું છે
અજબગજબ
માત્ર વાંસમાંથી બનાવ્યું બે માળનું મકાન
બિહારના ગોપાલગંજ જિલ્લાના એક ગામમાં રેલવેના ભૂતપૂર્વ કર્મચારી ડી. કે. શ્રીવાસ્તવે અનોખું ઘર બનાવ્યું છે. મોહનપુર ગામમાં આવેલું આ ઘર માત્ર અને માત્ર વાંસમાંથી બનેલું છે. માત્ર બારી કે બારણાં જ નહીં, દીવાલો અને છત પણ વાંસમાંથી બની છે. વિશાળ ખુલ્લા ખેતર જેવી જગ્યામાં એક સરસમજાનું નાનકડું વાંસનું ઘર બનાવવામાં આવ્યું છે જેમાં વાંસની આડી અને ઊભી લાઇનો બનાવીને એક-બે નહીં, ત્રણ-ત્રણ માળ ચણી લેવાયા છે. વાંસની બારીકી સમજતા ડઝન કારીગરોની ૭ મહિનાની મહેનતથી આ ઘર બન્યું છે. આ ઘર બનાવવા માટે મજૂરીનો ખર્ચ વધુ થયો, બાકી રૉ મટીરિયલ તરીકે વાંસ તો ખૂબ સસ્તામાં મળી ગયું હતું. ઇન ફૅક્ટ, જ્યારે આ ઘર બની રહ્યું હતું ત્યારે ગામના કેટલાક લોકોએ તેમને વાંસ ફ્રી આપ્યા હતા. આમ તો એક જ વિસ્તારમાં ચાર અલગ-અલગ વાંસનાં ઘર બનેલાં છે. એમાંથી એક ઘરમાં બે મોટી રૂમ છે જેમાં એક મોટો હૉલ છે. આ બધામાં ઍર-કન્ડિશનર સેટ કરેલાં છે. લોકો બેસી શકે એ માટે મસ્ત સોફા પણ છે. જોકે આ ચારેય વાંસના ઘરમાંથી બે માળનું વાંસનું ટાવર લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.