Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રાજસ્થાનમાં ઇલેક્ટ્રિક કારનું PUC નથી એ માટે ચલાન કપાયું

રાજસ્થાનમાં ઇલેક્ટ્રિક કારનું PUC નથી એ માટે ચલાન કપાયું

Published : 12 April, 2026 02:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે વાહનના ડેટામાં એ કૉલમ હોય અને PUC ન કરાવ્યું હોય તો સિસ્ટમ મુજબ દંડ તો બને જ છેને?

નાગોરમાં ટ્રાફિક-પોલીસે એક ઇલેક્ટ્રિક કારને રોકી હતી

અજબ ગજબ

નાગોરમાં ટ્રાફિક-પોલીસે એક ઇલેક્ટ્રિક કારને રોકી હતી


ઇલેક્ટ્રિક વાહનોમાં ન તો એન્જિન હોય છે, ન સાઇલેન્સર અને ન તો એ ધુમાડાવાળો ગૅસ છોડે છે. એમ છતાં રાજસ્થાનમાં ટ્રાફિક-પોલીસે એક ઇલેક્ટ્રિક કાર પાસે પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ ન હોવા બદલ ચલાન કાપ્યું હતું. નાગોરમાં ટ્રાફિક-પોલીસે એક ઇલેક્ટ્રિક કારને રોકી હતી. એના રજિસ્ટ્રેશન-નંબર પરના ડેટામાં PUCની કૉલમ સામે ખાલી જગ્યા દેખાતી હતી. મતલબ કે એનું PUC કદી થયું જ નથી. આ જોઈને પોલીસે કારચાલકને ચલાન કાપી આપ્યું હતું. ટ્રાફિક-પોલીસનું કહેવું છે કે ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન ડેટામાં PUCની કૉલમ જ નથી હોતી. જે વાહનના ડેટામાં એ કૉલમ હોય અને PUC ન કરાવ્યું હોય તો સિસ્ટમ મુજબ દંડ તો બને જ છેને? આને સિસ્ટમની સમસ્યા ગણવી કે ટ્રાફિક-પોલીસના અજ્ઞાનની?


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 02:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK