Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્ર સરકારે ડીઝલ પરની નિકાસ-ડ્યુટી વધારીને ૫૫.૫ રૂપિયા પ્રતિ લીટર કરી

કેન્દ્ર સરકારે ડીઝલ પરની નિકાસ-ડ્યુટી વધારીને ૫૫.૫ રૂપિયા પ્રતિ લીટર કરી

Published : 12 April, 2026 07:15 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ-સ્પીડ ડીઝલ પર એક્સાઇઝ ૨૪ રૂપિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ વધારીને ૩૬ રૂપિયા; ATF ડ્યુટી ૨૯.૫થી વધારીને ૪૨ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કેન્દ્ર સરકારે ગઈ કાલે ડીઝલ પર નિકાસ-ડ્યુટી ૨૧.૫ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૫૫.૫ રૂપિયા પ્રતિ લીટર કરી છે. એ સિવાય હાઈ-સ્પીડ ડીઝલ પર નિકાસ-ડ્યુટી અને સેસ પણ વધારવામાં આવી છે. સુધારેલા માળખા હેઠળ હાઈ-સ્પીડ ડીઝલ પર સ્પેશ્યલ ઍડિશનલ એક્સાઇઝ ડ્યુટી વધારીને ૨૪ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે, જ્યારે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ હવે ૩૬ રૂપિયા પ્રતિ લીટર છે.

બીજી તરફ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર ડ્યુટી પણ ૨૯.૫ રૂપિયા પ્રતિ લીટરથી વધારીને ૪૨ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે, જ્યારે પેટ્રોલ પર નિકાસ-ડ્યુટી ઝીરો રહી છે. આ નવા દર તાત્કાલિક અમલમાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 07:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK