મધ્યપ્રદેશના અનુપપુરમાં એક નકલી હેડમાસ્ટર પકડાયો હતો, જ્યાં એક હેડમાસ્ટરનો પુત્ર તેની જગ્યાએ મેનેજ કરીને ભણાવતો હતો, જેના કારણે અધિકારીઓ દ્વારા છેતરપિંડીની ફરિયાદ થઈ હતી.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર અસલી વિદ્યાર્થીને બદલે ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતાં પકડાય છે, પરંતુ મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાની સરકારી સ્કૂલમાં તો ડમી હેડમાસ્ટર પકડાયા હતા. અનુપપુર જિલ્લા પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તન્મય વશિષ્ઠ શર્મા ચોલનાસ્થિત સરકારી પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલયની મુલાકાતે ગયા ત્યારે આ ભોપાળું પકડાયું હતું. સ્કૂલમાં ચમનલાલ કંવર હેડમાસ્ટર છે, પણ તેમનો દીકરો રાકેશ પ્રતાપ સિંહ સ્કૂલમાં બાળકોને ભણાવતો હતો અને સ્કૂલનું સંચાલન પણ કરતો હતો. ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સ્કૂલમાં ગયા ત્યારે તેમને આ ગેરરીતિ જોવા મળી હતી. સ્કૂલમાં કંવર ઉપરાંત અન્ય બે પ્રવાસી શિક્ષકો સ્કૂલમાં નહોતા. અધિકારીએ બન્ને બાપ-દીકરા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.