Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નવીનક્કોર કાર શોરૂમ તોડીને પહેલા માળેથી ૧૫ ફુટ નીચે રોડ પર પટકાઈ

નવીનક્કોર કાર શોરૂમ તોડીને પહેલા માળેથી ૧૫ ફુટ નીચે રોડ પર પટકાઈ

Published : 10 September, 2025 01:41 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૫ ફુટ ઊંચેથી કાર નીચે પટકાતાં એની ઍરબૅગ્સ ખૂલી ગઈ હતી. એમ છતાં મહિલા અને પેલા કર્મચારી બન્નેને થોડુંક વાગ્યું હતું અને પ્રાથમિક ઉપચાર બાદ હૉસ્પિટલમાંથી છુટ્ટી મળી ગઈ હતી. 

નવીનક્કોર કાર શોરૂમ તોડીને પહેલા માળેથી ૧૫ ફુટ નીચે રોડ પર પટકાઈ

અજબગજબ

નવીનક્કોર કાર શોરૂમ તોડીને પહેલા માળેથી ૧૫ ફુટ નીચે રોડ પર પટકાઈ


દિલ્હીમાં એક મહિલા ૨૭ લાખ રૂપિયાની સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ થાર લેવા ગઈ હતી. ડિલિવરી લેતી વખતે તે એટલી ઉત્સાહમાં હતી કે તેણે શોરૂમમાં જ કારની પૂજા કરી. ટીલાંટપકાં થઈ ગયાં એ પછી તે કારના જમણી બાજુના ટાયર નીચે લીંબુ ક્રશ કરવાની વિધિ કરવા પણ ગઈ હતી. જોકે ડ્રાઇવિંગ-સીટ પર બેઠા પછી તે અતિ ઉત્સાહમાં આવી જતાં ઍક્સેલરેટર પર પગ વધુ દબાઈ જતાં કાર શોરૂમની કાચની વિન્ડો તોડીને છેક નીચે રોડ પર પટકાઈ હતી. આ ઘટના વખતે કારનો એક કર્મચારી પણ કારમાં બેઠો હતો. ૧૫ ફુટ ઊંચેથી કાર નીચે પટકાતાં એની ઍરબૅગ્સ ખૂલી ગઈ હતી. એમ છતાં મહિલા અને પેલા કર્મચારી બન્નેને થોડુંક વાગ્યું હતું અને પ્રાથમિક ઉપચાર બાદ હૉસ્પિટલમાંથી છુટ્ટી મળી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2025 01:41 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK