ચૅલેન્જના ચક્કરમાં બ્રાઝિલના ૧૪ વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. આ છોકરાએ પતંગિયાને મારીને એના અવશેષ પાણીમાં મિક્સ કર્યા હતા
૧૪ વર્ષના ડેવી નનેસ મોરેરા
ઇન્ટરનેટ પર ઘણા પ્રકારની ચૅલેન્જ ચાલતી રહે છે અને લોકો એનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શૅર કરતા રહે છે. આવી જ એક ચૅલેન્જના ચક્કરમાં બ્રાઝિલના ૧૪ વર્ષના છોકરાએ જીવ ગુમાવ્યો છે. આ છોકરાએ પતંગિયાને મારીને એના અવશેષ પાણીમાં મિક્સ કર્યા હતા અને પછી ઇન્જેક્શનમાં ભરીને પોતાના જેમણા પગની નસોમાં ઇન્જેક્ટ કર્યા હતા. કેટલાક સમય બાદ તેને ઍલર્જી થઈ હતી અને એક અઠવાડિયા સુધી હૉસ્પિટલમાં તડપી-તડપીને તેનું મૃત્યુ થયું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૧૪ વર્ષના ડેવી નનેસ મોરેરાની તબિયત એક અઠવાડિયા પહેલાં ખરાબ થઈ હતી. તેનાં મમ્મી-પપ્પા તેને હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં. તેના શરીરમાં ઍલર્જી વધતી રહેતી હતી અને તેનું દર્દ વધી રહ્યું હતું.


