નાનકડી ખુશી વ્યક્ત કરવા માટે પણ લોકો કેક કાપતા હોય છે. જોકે બૅન્ગલોરમાં આવેલા એક રિપોર્ટના પરિણામે કેકનું નામ લેતાં પણ બીક લાગે એવી ચિંતા વધારી દીધી છે.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
કેક હવે માત્ર જન્મદિવસે જ નથી ખવાતી, પરંતુ નાનકડી ખુશી વ્યક્ત કરવા માટે પણ લોકો કેક કાપતા હોય છે. જોકે બૅન્ગલોરમાં આવેલા એક રિપોર્ટના પરિણામે કેકનું નામ લેતાં પણ બીક લાગે એવી ચિંતા વધારી દીધી છે. વિજયવાણીના રિપોર્ટ પ્રમાણે બૅન્ગલોરની કેટલીક બેકરીઓમાં વેચાતી કેકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એમાં ૧૨ પ્રકારનાં કૅન્સર થઈ શકે એવાં તત્ત્વો મળ્યાં છે. કેક તો ઠીક પાણીપૂરી, કબાબ અને ગોબી મન્ચુરિયનમાં પણ આ જ તત્ત્વો મળ્યાં છે. રિપોર્ટ મળતાં જ કર્ણાટક ફૂડ સેફ્ટી ઍન્ડ ક્વૉલિટી ડિપાર્ટમેન્ટે ગુણવત્તાનાં ધોરણોનું પાલન કરવા બેકરીઓને કહી દીધું છે. મોટા ભાગે કૃત્રિમ રંગ કૅન્સર તો ફેલાવે જ છે, પણ જાતજાતની શારીરિક-માનસિક સમસ્યાઓ પણ ઊભી કરે છે. રેડ વેલ્વેટ અને બ્લૅક ફૉરેસ્ટ સહિતની કેટલીક કેકના નમૂનાઓમાંથી અલ્લુરા રેડ, સનસેટ યલો એફસીએફ, ટાર્ટ્રાઝિન અને કાર્મોઇસિન જેવા કૃત્રિમ રંગ મળી આવ્યા છે.