આ કાર નૅનો નહીં, પણ કોઈ બીજી જ કાર હોય એવું લાગે છે.
વાયરલ તસવીર
કેટલાક લોકોને બીજા કરતાં જુદું કરવાની ટેવ હોય છે અને ક્યારેક આવી ટેવની ખૂબ નોંધ પણ લેવાતી હોય છે. છત્તીસગઢના એક યુવાને ટાટાની નૅનો કારને મૉડિફાય કરીને નવું જ રૂપ આપી દીધું છે. તેણે કારનું રૂફ કાઢી નાખ્યું છે. પાછળના ગ્લાસ પણ કાઢી નાખ્યા છે અને દરવાજાનો રૂફ સાથે જોડાયેલો ભાગ પણ કાઢી નાખ્યો છે. આ કારણે આ કાર નૅનો નહીં, પણ કોઈ બીજી જ કાર હોય એવું લાગે છે.

