Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હેલિકૉપ્ટર પર ઊભાં રહીને ૮૦ વર્ષની દાદીએ ટૉમ ક્રૂઝ સ્ટાઇલમાં મનાવ્યો જન્મદિવસ

હેલિકૉપ્ટર પર ઊભાં રહીને ૮૦ વર્ષની દાદીએ ટૉમ ક્રૂઝ સ્ટાઇલમાં મનાવ્યો જન્મદિવસ

Published : 17 May, 2026 12:17 PM | IST | England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડમાં રહેતાં જેની થર્ગટ નામનાં ૮૦ વર્ષનાં માજીએ પોતાનો જન્મદિવસ ઊજવવા માટે એક સ્ટન્ટ પર્ફોર્મ કર્યો હતો

માજી એક હેલિકૉપ્ટરની છત પર થાંભલા સાથે શરીર બાંધીને ઊભાં રહી ગયાં અને પછી હેલિકૉપ્ટર હવામાં ઊડ્યું

અજબ ગજબ

માજી એક હેલિકૉપ્ટરની છત પર થાંભલા સાથે શરીર બાંધીને ઊભાં રહી ગયાં અને પછી હેલિકૉપ્ટર હવામાં ઊડ્યું


ઇંગ્લૅન્ડમાં રહેતાં જેની થર્ગટ નામનાં ૮૦ વર્ષનાં માજીએ પોતાનો જન્મદિવસ ઊજવવા માટે એક સ્ટન્ટ પર્ફોર્મ કર્યો હતો. જેની એક હેલિકૉપ્ટરની છત પર થાંભલા સાથે શરીર બાંધીને ઊભાં રહી ગયાં અને પછી હેલિકૉપ્ટર હવામાં ઊડ્યું. હવામાં ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા હેલિકૉપ્ટર પર દાદીની નાજુક ત્વચા ચીરાઈ જાય એટલો પવન હતો, પણ દાદીએ ખૂબ જ આનંદપૂર્વક થ્રિલ માણી. જેની કહે છે મારું શરીર ઍથ્લીટ જેવું મજબૂત નથી, પરંતુ મને લાગે છે કે શરીર-મનને ડર લાગે અને થ્રિલ અનુભવાય એવા જોખમમાં મૂકીએ તો જ જીવન જીવવાની મજા છે. જેનીએ આ પ્રયોગ પછી હવે નક્કી કર્યું છે કે તેઓ જીવશે ત્યાં સુધી દરેક જન્મદિવસે આવો અખતરો કરશે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 12:17 PM IST | England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK