Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > UAEમાં ભારત ૩૦ મિલ્યન બૅરલ ક્રૂડ તેલનો સ્ટૉક કરી શકશે

UAEમાં ભારત ૩૦ મિલ્યન બૅરલ ક્રૂડ તેલનો સ્ટૉક કરી શકશે

Published : 17 May, 2026 11:01 AM | IST | United Arab Emirates
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રૂડ ઑઇલ, LNG અને LPG સપ્લાયને આવરી લેતી વ્યાપક ઊર્જાભાગીદારી માટે નવી પહેલ કરવા બેઉ દેશોની સંમતિ

ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) એની ઊર્જાભાગીદારીને નોંધપાત્ર રીતે ગાઢ બનાવવા સંમત થયાં છે.

ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) એની ઊર્જાભાગીદારીને નોંધપાત્ર રીતે ગાઢ બનાવવા સંમત થયાં છે.


ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) એની ઊર્જાભાગીદારીને નોંધપાત્ર રીતે ગાઢ બનાવવા સંમત થયાં છે. UAE ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વમાં ૩૦ મિલ્યન બૅરલ સુધીનું ક્રૂડ ઑઇલ સ્ટોર કરવા તૈયાર છે એમ શુક્રવારે વિદેશમંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અબુ ધાબીની ટૂંકી મુલાકાત પછી જણાવ્યું હતું. બન્ને પક્ષો ક્રૂડ ઑઇલ, લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG) અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) પુરવઠાને આવરી લેતી વ્યાપક ઊર્જાભાગીદારી માટે નવી પહેલ કરવા સંમત થયા હતા.

આ કરાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને UAEના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે થયેલી વ્યાપક વાટાઘાટો બાદ થયો હતો જેમાં બન્ને નેતાઓએ વધતા પ્રાદેશિક તનાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત પરિવહન માર્ગ અને અવરોધ વિના નૅવિગેશનના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.



આ સંદર્ભે એક નિવેદનમાં વિદેશમંત્રાલયે જણાવ્યું હતું કે બન્ને નેતાઓએ ભારતના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારમાં UAEની ભાગીદારી ૩૦ મિલ્યન બૅરલ સુધી વધારવા માટે ઇન્ડિયન સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ અને અબુ ધાબી નૅશનલ ઑઇલ કંપની વચ્ચે વ્યૂહાત્મક સહયોગ કરાર કર્યો હતો. આ પગલાથી ભારતની ઊર્જા-સુરક્ષા મજબૂત બનવાની અપેક્ષા છે. બન્ને દેશો ભારતમાં વ્યૂહાત્મક ગૅસ રિઝર્વ સ્થાપવા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા અને લાંબા ગાળાના LPG પુરવઠા માટે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન અને અબુ ધાબી નૅશનલ ઑઇલ કંપની (ADNOC) વચ્ચે અલગ કરાર કરવામાં આવ્યા હતા.


ઊર્જા ઉપરાંત આ મુલાકાતમાં સંરક્ષણ, દરિયાઈ સહયોગ, જહાજનિર્માણ અને અદ્યતન કમ્પ્યુટિંગમાં નવા કરાર સાથે, બૅન્કિંગ, માળખાગત સુવિધાઓ અને નાણાકીય ક્ષેત્રોમાં UAEમાં પાંચ અબજ ડૉલરનાં રોકાણોની જાહેરાત પણ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 11:01 AM IST | United Arab Emirates | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK