મનભાવતીએ કહ્યું હતું કે તે શરૂઆતમાં આ લગ્નથી રાજી નહોતી, પરંતુ અમારાં લગ્ન કરાવનાર વચેટિયાએ ભરોસો અપાવ્યો હતો કે સગરુ મારાં બાળકોની જવાબદારી ઉઠાવશે.
૩૫ વર્ષની મનભાવતીનાં પણ આ બીજાં લગ્ન છે અને તેને પહેલાં લગ્નથી ૩ બાળકો છે
ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં ૭૫ વર્ષના સગરુ રામ નામના ભાઈનાં પત્ની એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યાં હતાં. તેમને કોઈ સંતાન નહોતું એટલે એકલવાયું જીવન વ્યતીત કરી રહ્યા હતા. જોકે એ પછી તેમણે પાછલી જિંદગી માટે ફરી લગ્ન કરવાનું નક્કી કર્યું. તેમણે એ જ ગામની મનભાવતી નામની ૩૫ વર્ષની યુવતી સાથે કોર્ટમાં બીજાં લગ્ન કર્યાં. જોકે એકદમ અલમસ્ત સ્વાસ્થ્ય ધરાવતા વડીલ સુહાગરાત પછી અચાનક જ મૃત્યુ પામ્યા. સોમવારે તેમનાં કોર્ટમૅરેજ થયાં અને મંગળવારે સવારે તેમની તબિયત અચાનક જ ખરાબ થઈ જવાથી મૃત્યુ થયું હતું. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે શબનું પોસ્ટમૉર્ટમ કર્યું હતું. ગઈ કાલે જે રિપોર્ટ બહાર આવ્યો એમાં મોતનું કારણ શૉકને કારણે કોમામાં સરી પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
૩૫ વર્ષની મનભાવતીનાં પણ આ બીજાં લગ્ન છે અને તેને પહેલાં લગ્નથી ૩ બાળકો છે. મનભાવતીએ કહ્યું હતું કે તે શરૂઆતમાં આ લગ્નથી રાજી નહોતી, પરંતુ અમારાં લગ્ન કરાવનાર વચેટિયાએ ભરોસો અપાવ્યો હતો કે સગરુ મારાં બાળકોની જવાબદારી ઉઠાવશે.


