વિશ્વભરમાંથી ૫૫૦ ડાન્સ-ટીચર્સ તેમના શિષ્યો સાથે આ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા
અજબગજબ
સાંસ્કૃતિક રેકૉર્ડ
કેરલાના કોચીમાં મલયાલી ઍક્ટ્રેસ દિવ્યા ઉન્નીના નેતૃત્વમાં એક અનોખો સાંસ્કૃતિક રેકૉર્ડ ગયા રવિવારે થયો હતો. રવિવારે કોચીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં એકસરખી બ્લુ રંગની સિલ્ક સાડીમાં ૧૧,૬૦૦ ડાન્સરોએ સતત આઠ મિનિટ સુધી રિધમ અને કો-ઑર્ડિનેશન સાથે ભરતનાટ્યમ કરીને નવો વિશ્વવિક્રમ બનાવ્યો હતો. આ પહેલાં ૧૦,૧૭૬ ડાન્સર્સનો રેકૉર્ડ થયો હતો. વિશ્વભરમાંથી ૫૫૦ ડાન્સ-ટીચર્સ તેમના શિષ્યો સાથે આ ઇવેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા જેમાં સૌથી નાની વયની ડાન્સર હતી ૭ વર્ષની બાળકી.