વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 જૂને વિપક્ષ પર જોરદાર ટીકા કરી હતી.તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો ફક્ત તેમના `પરિવાર` માટે જ મત માંગે છે. તેઓ મધ્યપ્રદેશના ભોપાલમાં ‘મેરા બૂથ, સબસે મજબૂત’ અંતર્ગત બૂથ-સ્તરના કાર્યકરોના તાલીમી કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ સાથે જ પીએમ મોદીએ ભોપાલમાં 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.