બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના 8 સપ્ટેમ્બરે ભારત આવ્યા હતા. તે નવી દિલ્હીમાં યોજાનારી 18મી G20 લીડર્સ સમિટ માટે પહોંચ્યા હતા. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાનું રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશે સ્વાગત કર્યું હતું. G20 લીડર્સ સમિટ 09-10 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આ સમિટ પ્રગતિ મેદાનના પ્રતિષ્ઠિત ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં યોજાવાની છે.














