Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


G20 Summit

લેખ

એન્જિનિયરમાંથી વેદાંત-શિક્ષક બનેલા જોનસ મસેટીને મળ્યા પીએમ મોદી

બ્રાઝિલમાં એન્જિનિયરમાંથી વેદાંત-શિક્ષક બનેલા જોનસ મસેટીને મળ્યા નરેન્દ્ર મોદી

બ્રાઝિલમાં એન્જિનિયરમાંથી વેદાંત-શિક્ષક બનેલા જોનસ મસેટીને મળ્યા નરેન્દ્ર મોદી, સંસ્કૃત ‘રામાયણ’ની ઝલક જોઈને ગદ‍્ગદ થયા

22 November, 2024 01:09 IST | Brasília | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીને ભારતીયોએ આકાર આપ્યો

બ્રાઝિલમાં ભારતીયોએ આવકાર આપ્યો નરેન્દ્ર મોદીને

નરેન્દ્ર મોદી બ્રાઝિલ G20 સમિટમાં હાજરી આપવા ગયા છે

19 November, 2024 10:53 IST | Brasília | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નરેન્દ્ર મોદીને નાઇજીરિયાના પ્રેસિડન્ટ બોલા અહમદ ટીનુબૂએ ત્યાંના અબુજા શહેરની ચાવી ભેટ આપી હતી

નાઇજીરિયાના બીજા સર્વોચ્ચ ખિતાબ સાથે નરેન્દ્ર મોદીને મળ્યા ૧૭ ઇન્ટરનૅશનલ અવૉર્ડ

બ્રિટનનાં રાણી બાદ નાઇજીરિયાનો આ અવૉર્ડ મેળવનારા તેઓ બીજા વિદેશી મહેમાન છેઃ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયે કર્યું PMનું સ્વાગત

18 November, 2024 11:32 IST | Abuja | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે G20 વર્ચ્યુઅલ સમિટને સંબોધી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)

ડીપફેક સમાજ માટે ખતરનાક

પીએમ મોદીએ G20 ગ્રુપના દેશોના લીડર્સની વર્ચ્યુઅલ સમિટમાં ટેક્નૉલૉજીનો જવાબદારીથી ઉપયોગ કરવા પર ભાર મૂક્યો

23 November, 2023 10:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai
ચંદ્રયાન લૉન્ચ, G20 સમિટ, વર્લ્ડ કપ (ફાઇલ તસવીરો)

Year Ender 2023 : આ ઇવેન્ટ્સે ભારતીય અર્થવ્યવસ્થાનો દુનિયાને કરાવ્યો પરચો

વર્ષ ૨૦૨૩ ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘણું વિશેષ રહ્યું છે. એક તરફ વિશ્વ મંદી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ભારત દેશ આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે. જેમાં દેશમાં બની રહેલી ઘટનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આજે આપણે Year Ender 2023માં જોઈશું એવી મોટી ઘટનાઓ જેણે ભારતની તાકાતને વિશ્વ સમક્ષ રજૂ કરવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે. (તસવીર સૌજન્ય : ફાઇલ તસવીરો)

15 December, 2023 10:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદીનું પાર્ટીના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓએ જોરદાર સ્વાગત કર્યું.

Photos: બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા પીએમ મોદી, કાર્યકર્તાઓએ કર્યું જોરદાર સ્વાગત

ભારતના પ્રમુખપદ હેઠળની G20ની સફળ બેઠક બાદ બુધવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજેપી હેડક્વાર્ટર ખાતે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપવા ત્યાં પહોંચ્યા હતા. તસવીરો: વીડિયોગ્રૅબ્સ ભાજપના એક્સ એકાઉન્ટ પરથી

13 September, 2023 09:41 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
જી20 સમીટ દરમિયાનની તસવીરો

G20માં નેતાઓના રંગ

ગયા શનિ-રવિવાર દરમ્યાન દિલ્હીમાં ભારતની યજમાનીમાં G20ની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ દેશના નેતાઓને ભારતીય સંસ્કૃતિ અને આતિથ્યનો લાભ મળ્યો હતો. એક તસવીર તેમના વિવિધ હાવભાવની...

12 September, 2023 02:04 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી સાથે જયશંકરની મુલાકાત

G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી સાથે જયશંકરની મુલાકાત

વિદેશ મંત્રી એસ. જયશંકરે દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી. આ ચર્ચા મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓ, પ્રાદેશિક વિકાસ અને વૈશ્વિક પડકારો પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સંચારની ખુલ્લી રેખાઓ જાળવવા અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં બાકીની ચિંતાઓને દૂર કરવા અને ભારત અને ચીન વચ્ચેના રાજદ્વારી સંબંધોને મજબૂત કરવાના પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જે જી-20 માળખામાં સહયોગના મહત્વને પ્રતિબિંબિત કરે છે. 

22 February, 2025 07:53 IST | New Delhi
G-20 સમિટ માટે બ્રાઝિલમાં ઇટાલિયન PM મેલોનીને નરેન્દ્ર મોદીની ખાસ ભેટ

G-20 સમિટ માટે બ્રાઝિલમાં ઇટાલિયન PM મેલોનીને નરેન્દ્ર મોદીની ખાસ ભેટ

નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની ત્રણ દેશોની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓને દેશના ખૂણેખૂણેથી અનોખી ભેટો આપી હતી. વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલી ભેટોમાં મહારાષ્ટ્રમાંથી આઠ, જમ્મુ અને કાશ્મીરમાંથી પાંચ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી ત્રણ-ત્રણ, ઝારખંડમાંથી બે અને કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને લદ્દાખમાંથી એક-એક ભેટ આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર તરફથી મળેલી ભેટોમાં ઇટાલીના વડાપ્રધાનને આપવામાં આવેલ ઉત્કૃષ્ટ સિલ્વર કેન્ડલ સ્ટેન્ડ અને કેરીકોમના સેક્રેટરી જનરલને આપવામાં આવેલ મોર અને વૃક્ષના ચિત્રો સાથે કોતરણી કરેલ સિલ્વર ફ્રૂટ બાઉલનો સમાવેશ થાય છે.

23 November, 2024 01:46 IST | Brazil
કી મિટિંગ પહેલા G20 સમિટમાં મોદી-બાઇડન, મેક્રોન-ટ્રુડો, #Melodi Moments

કી મિટિંગ પહેલા G20 સમિટમાં મોદી-બાઇડન, મેક્રોન-ટ્રુડો, #Melodi Moments

G20 સમિટની શરૂઆત બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં થઈ હતી, જેમાં વિશ્વના નેતાઓ ભરચક એજન્ડા માટે પહોંચ્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ દરેક નેતાનું સ્વાગત કર્યું અને લાઇટહાર્ટેડ આદાનપ્રદાન અને કેન્ડિડ ક્ષણોએ નિર્ણાયક ચર્ચાઓ માટે આગળનો સૂર સેટ કર્યો.

19 November, 2024 07:02 IST | Rio De Janeiro
G20 સમિટ 2024: યુએસ, ફ્રાન્સ, ચીન, કેનેડા સહિત ટોચના નેતાઓ રિયો પહોંચ્યા

G20 સમિટ 2024: યુએસ, ફ્રાન્સ, ચીન, કેનેડા સહિત ટોચના નેતાઓ રિયો પહોંચ્યા

G20 સમિટ 2024 માટે નેતાઓએ રિયો ડી જાનેરોમાં આવવાની શરૂઆત કરી છે. હાજરી આપનારાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીનો સમાવેશ થાય છે. અન્ય મુખ્ય વ્યક્તિઓમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, તુર્કીના પ્રમુખ તૈયપ એર્દોગન, ઈટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરિકનો સમાવેશ થાય છે. રિયોમાં G20 સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિશ્વના નેતાઓને એકસાથે લાવવામાં આવ્યા છે , જેમાં આર્થિક વૃદ્ધિ, આબોહવા પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સહકાર પર અપેક્ષિત મહત્વપૂર્ણ વાટાઘાટો થશે . આ સમિટ વૈશ્વિક મુત્સદ્દીગીરી માટે એક મુખ્ય ઘટના છે અને આ નેતાઓની હાજરી ભવિષ્યની નીતિઓ ઘડવામાં અને આંતરરાષ્ટ્રીય સંબંધોને મજબૂત કરવા માટે બેઠકના મહત્વને દર્શાવે છે.

18 November, 2024 02:34 IST | Rio De Janeiro

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK