Viral Video: મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ એકતા પદયાત્રા ગઈ કાલે મધ્ય પ્રદેશ બૉર્ડરથી ઉત્તર પ્રદેશના ઝાંસીમાં દેવરી ગામે પહોંચી હતી.
બાગેશ્વર બાબા પર ફેંકાયો મોબાઇલ તેમના ગાલ પર વાગ્યો
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એટલે બાગેશ્વર બાબા નામેથી પ્રખ્યાત ધર્મગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ (Viral Video) એકતા યાત્રા યુપીના ઝાંસી પહોંચી છે. આ યાત્રા દરમિયાન ભીડમાંથી કોઈ વ્યક્તિએ બાબા પર મોબાઈલ ફોન ફેંક્યો હતો જે તેમના ગાલ પર વાગી ગયો. આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે અમને કોઈએ મોબાઈલ ફોન ફેંકીને માર માર્યો છે, અમને મોબાઈલ ફોન મળી ગયો છે. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે. બાબા યાત્રા દરમિયાન પોતાના ભક્તો સાથે ચાલી રહ્યા હતા, તે દરમિયાન આ ઘટના બની. તેઓ માઇક દ્વારા તેમની સાથે યાત્રામાં જોડાયેલા ભક્તો અને સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, "કોઈએ અમને ફૂલો સાથેનો મોબાઈલ ફોન ફેંકી દીધો છે. અમને તે મળી આવ્યો છે."
ધીરેન્દ્ર શાસ્ત્રીની (Viral Video) હિન્દુ એકતા યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. બાગેશ્વર ધામથી ઓરછા સુધીની તેમની સફરને લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યો છે. તેમની સાથે હજારો લોકો ચાલી રહ્યા છે. જે માર્ગો પરથી પદયાત્રા પસાર થઈ રહી છે ત્યાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 21 નવેમ્બરથી શરૂ થયેલી બાબાની આ યાત્રામાં અભિનેતા સંજય દત્ત અને ધ ગ્રેટ ખલીએ પણ ભાગ લીધો છે. આ સિવાય બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, બીજેપી ધારાસભ્ય રાજેશ્વર શર્મા અને કૉંગ્રેસના ધારાસભ્ય જયવર્ધન સિંહ સહિત ઘણા નેતાઓએ પણ તેમની યાત્રાને સમર્થન આપ્યું છે. આ યાત્રા શરૂ કરતી વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે આપણે બધાએ જાતિના જાળમાંથી બહાર આવવું પડશે. તેમણે સૂત્ર આપ્યું - જાતિને વિદાય, આપણે બધા હિન્દુઓ ભાઈઓ છીએ. પોતાના ભક્તોને સંબોધતા બાબાએ કહ્યું કે તમામ તીર્થયાત્રીઓનું એક જ લક્ષ્ય છે કે સનાતન ધર્મ મજબૂત હોવો જોઈએ, એકબીજામાં એકતા હોવી જોઈએ, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.
ADVERTISEMENT
View this post on Instagram
મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સનાતન હિન્દુ એકતા પદયાત્રા ગઈ કાલે મધ્ય પ્રદેશ બૉર્ડરથી (Viral Video) ઉત્તર પ્રદેશના ઝાંસીમાં દેવરી ગામે પહોંચી હતી. ગઈ કાલે આ યાત્રામાં સંજય દત્ત પણ જોડાયો હતો. સંજય દત્ત ચાર્ટર્ડ પ્લેનમાં ખજૂરાહો પહોંચ્યો હતો અને ત્યાંથી યાત્રામાં જોડાઈને ઝાંસીમાં પ્રવેશ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ગુરુજી મારા નાના ભાઈ છે. જો તેઓ મને કહેશે કે ઉપર જવાનું છે તો હું ઉપર પણ જતો રહીશ. આ દેશ એક છે, બધા એક છે. આ આપણું પ્રેમાળ હિન્દુસ્તાન છે.’ યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. ૨૧ નવેમ્બરે શરૂ થયેલી યાત્રા ૨૯ નવેમ્બરે પૂરી થશે, જેમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ૧૬૦ કિલોમીટર ચાલશે.