ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના આ નિવેદન પર કપિલ સિબલે ફરી ઝંપલાવીને કહ્યું કે ન સંસદ, ન સુપ્રીમ કોર્ટ; બંધારણ જ સર્વોચ્ચ
જગદીપ ધનખડ, કપિલ સિબલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી સુપ્રીમ કોર્ટ પર ટીકા કરતાં સંસદ જ સુપ્રીમ (સર્વોચ્ચ) હોવાની વાતનો ગઈ કાલે પુનરુચ્ચાર કર્યો હતો. બંધારણ દ્વારા દર્શાવવામાં આવેલા બધા શબ્દો દેશનાં સર્વોચ્ચ હિતોને આધારે વર્ણવેલા હોવાનું જણાવતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં એક સંબોધનમાં કહ્યું હતું કે ‘બંધારણનું પદ ઔપચારિક અને ફંક્શનલ હોઈ શકે છે, પરંતુ મારા મતે નાગરિક જ સર્વોચ્ચ છે. દરેકની એક અલગ ભૂમિકા હોય છે. બંધારણને અંતિમ રૂપ આપનારા લોકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે અને તેમના પર કોઈ ઑથોરિટી નથી. બંધારણ કેવું હોવું જોઈએ એ નક્કી કરવાનો અધિકાર ફક્ત સંસદસભ્યોને જ છે. એને કોઈ પડકારી શકે નહીં.’
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કપિલ સિબલે કહ્યું હતું કે ‘ન સંસદ સુપ્રીમ છે, ન સુપ્રીમ કોર્ટ; બંધારણ જ સર્વોચ્ચ છે. સુપ્રીમ કોર્ટે બંધારણની જોગવાઈઓનું અર્થઘટન કર્યું છે. આ એ કાયદો છે જે અત્યાર સુધી દેશે સમજ્યો છે.’
ADVERTISEMENT
સાંઈબાબાના શરણે આકાશ અંબાણી

આકાશ અંબાણીએ ગઈ કાલે શિર્ડી જઈને સાંઈબાબાના આશીર્વાદ લીધા હતા.


