ઉત્તરાખંડ ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે હૃષીકેશમાં ગંગાઆરતી કરી
ઉત્તરાખંડ ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે હૃષીકેશમાં ગંગાઆરતી કરી
ગંગામૈયા, ઇકૉનૉમીને બનાવજે પાંચ ટ્રિલ્યનની
ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધવા ઉત્તરાખંડ ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે હૃષીકેશમાં ગંગાઆરતી કરી ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને બાબા રામદેવ પણ હાજર હતા. અમિત શાહે ગઈ કાલે કહ્યું હતું કે ભારત ૨૦૨૫ના અંત સુધીમાં પાંચ ટ્રિલ્યન યુએસ ડૉલર (૪૧,૭૧,૫૧,૭૫ કરોડ રૂપિયા)નું અર્થતંત્ર બની જશે.
બર્થ-ડેએ સોનિયાને વડા પ્રધાનનાં વધામણાં
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ કૉન્ગ્રેસના નેતાઓએ ગઈ કાલે કૉન્ગ્રેસના સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને તેમના ૭૭મા જન્મદિને શુભેચ્છા પાઠવી હતી. પાર્ટીના ચીફ મલ્લિકાર્જુન ખડગેએ શુભેચ્છા આપવા માટે તેમના નિવાસસ્થાને તેમની મુલાકાત લીધી હતી. સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ ખડગેએ કહ્યું કે ‘તમામ કૉન્ગ્રેસ કાર્યકરો વતી કૉન્ગ્રેસના સંસદીય દળનાં અધ્યક્ષા અને કૉન્ગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને તેમના જન્મદિને હાર્દિક શુભેચ્છા.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોનિયા ગાંધીને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT
ગાઝાના ઠરાવ સામે અમેરિકાનો વિટો
યુનાઇટેડ નેશન (પી.ટી.આઇ.) ઃ અમેરિકાએ યુએન સલામતી પરિષદમાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષ પરના ઠરાવના મુસદ્દાને વિટો પાવરથી નામંજૂર કરાવ્યો હતો. આ મુસદ્દા મુજબ ગાઝામાં તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની અને હમાસ આતંકવાદીઓ દ્વારા બંધક બનાવેલા લોકોને બિનશરતી મુક્ત કરવાની માગણી કરવામાં આવી હતી. યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા રજૂ કરાયેલા અને ૯૦થી વધુ સભ્ય-દેશો દ્વારા સમર્થિત ઠરાવ પર વોટ કરવા ૧૫ રાષ્ટ્રોની પરિષદ બેઠક મળી હતી. આ ઠરાવને પરિષદના ૧૩ સભ્યોનું સમર્થન મળ્યું જેણે તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે યુકે ગેરહાજર રહ્યું હતું.
૩.૩૦ લાખ લોકોનું ઘેરબેઠાં મતદાન
નવી દિલ્હી (પી.ટી.આઇ.): છેલ્લી ૧૧ વિધાનસભા ચૂંટણીઓમાં ૩.૩૦ લાખ જેટલા દિવ્યાંગ લોકો તેમ જ ૮૦ વર્ષ અને એનાથી વધુ વયના મતદારોએ ઘરેથી જ મતદાનની સુવિધાનો લાભ લીધો છે. દિવ્યાંગો (પીડબલ્યુડી), ૮૦ વર્ષથી વધુની ઉંમરના મતદારો અને કોવિડથી પીડિતો માટે ઘરથી જ મતદાનની સુવિધા ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને મતદાન કર્મચારીઓ આવા મતદારોની મુલાકાત લે છે જેઓ પૂર્વનિર્ધારિત સમયે ઘરેથી મતદાન કરવાનું પસંદ કરે છે.

