રાજધાની દિલ્હી પાસે આવેલા નોએડાના સેક્ટર ૭૦ના બસઈ ગામમાં શુક્રવારે રાત્રે બાવીસ વર્ષનો ઉપેન્દ્ર અને ૨૩ વર્ષના શિવમે રાત્રે છોલે રાંધવા માટે સ્ટવ પર મૂક્યા અને સૂઈ ગયા હતા, કલાકો બાદ તેમનાં મૃત્યુ થયાં હતાં
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રાજધાની દિલ્હી પાસે આવેલા નોએડાના સેક્ટર ૭૦ના બસઈ ગામમાં શુક્રવારે રાત્રે બાવીસ વર્ષનો ઉપેન્દ્ર અને ૨૩ વર્ષના શિવમે રાત્રે છોલે રાંધવા માટે સ્ટવ પર મૂક્યા અને સૂઈ ગયા હતા, કલાકો બાદ તેમનાં મૃત્યુ થયાં હતાં. બેઉ જણ નોએડામાં છોલે-ભટૂરે અને કુલચાનો સ્ટૉલ લગાવે છે. આથી રાત્રે ધીમા તાપે છોલે રાંધવા મૂક્યા હતા, પણ સ્ટવમાંથી ગૅસ અને છોલેમાંથી નીકળતા ગૅસના કારણે તેમના બંધ રૂમમાં ઝેરી ગૅસ ફેલાઈ ગયો હતો જે તેમના મૃત્યુનું કારણ બન્યો હતો.
આ સંદર્ભે સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરી હતી કે તેમના ઘરમાંથી ધુમાડા નીકળે છે અને જ્યારે અંદર જઈને જોયું તો બેઉ બેહોશ અવસ્થામાં મળ્યા હતા. તેમને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘર બંધ હતું અને એથી એમાં ઑક્સિજનની શૉર્ટેજ થઈ હશે અને ધુમાડાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ફેલાયો હશે જે મૃત્યુનું કારણ બન્યો હશે. બેઉનાં મૃત્યુ ગૂંગળાઈ જવાના કારણે થયાં છે.