હવે જો સિમ કાર્ડ પોર્ટ કરાવવું હોય તો પહેલાં તમારે અરજી કરવાની રહેશે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)એ મોબાઇલ નંબર પોર્ટ કરવાનો નવો નિયમ જાહેર કર્યો છે જે ગઈ કાલથી લાગુ થઈ ગયો છે. હવે સિમ કાર્ડને એક જ દિવસમાં આસાનીથી પોર્ટ નહીં કરી શકાય. એ માટે યુઝર્સે ૭ દિવસ રાહ જોવી પડશે. નંબર પોર્ટ કરવા માટે નવમી વખત સંશોધન કરવામાં આવ્યું હતું અને નંબર થકી થઈ રહેલા ફ્રૉડને રોકવા માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.
હવે જો સિમ કાર્ડ પોર્ટ કરાવવું હોય તો પહેલાં તમારે અરજી કરવાની રહેશે. એ પછી તમારે ઓળખ અને અન્ય માહિતી અપડેટ કરીને વેરિફાય કરાવવી પડશે. વેરિફિકેશન માટે એક વન ટાઇમ પાસવર્ડ મળશે જે તમારે પોર્ટિંગ પ્રોસેસ દરમ્યાન રજૂ કરવાનો રહેશે. આ પ્રક્રિયા થોડી અસુવિધા વધારશે, પણ એનાથી નંબર કે સિમના દુરુપયોગની સંભાવના ઘટી જશે.