આજથી ૧૯ કિલોનો કર્મશ્યિલ ગેસ સિલિન્ડર 36 રૂપિયા સસ્તો થયો છે
LPG Cylinder Price
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મહિનાના પ્રથમ દિવસે જ એક સારા સમાચાર મળ્યા છે, જેનાથી મોંધવારીમાં થોડીક રાહત મળી શકે છે. એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ કર્મશ્યિલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી ૧૯ કિલોનો કર્મશ્યિલ ગેસ સિલિન્ડર ૩૬ રૂપિયા સસ્તો થયો છે. કર્મશ્યિલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ પહેલી જૂને તેની કિંમતમાં ૧૨૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં કર્મશ્યિલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાથી હવે બહાર ખાવાનું સસ્તું થશે તેવી આશા છે.
૧૯ કિલોનો કર્મશ્યિલ ગેસ સિલિન્ડર ૩૬ રૂપિયા સસ્તો થતા દિલ્હીમાં તેની કિંમત ઘટીને ૧૯૭૬.૫૦ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે ૨૦૧૨.૫૦માં રૂપિયામાં ઉપલબ્ધ હતો. જ્યારે કોલકત્તામાં પહેલા ૨૧૩૨.૦૦ રુપિયા કિંમત હતી જે હવે ૨૦૯૫.૫૦ થઈ ગઈ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કર્મશ્યિલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને ૧૯૩૬.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૧૪૧.૦૦ રૂપિયા થઈ ગઈ છે.
ADVERTISEMENT
જોકે, ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લે ૧૯ જૂનના રોજ તેની કિંમતમાં ૩.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામનો ઘરેલું એલપીજી સિલિન્ડર ૧૦૦૩ રપિયા, મુંબઈમાં ૧૦૦૨.૫૦ રિપિયા, કોલકાતામાં ૧૦૨૯ રુપિયા અને ચેન્નાઇમાં ૧૦૧૮.૫૦ રુપિયામાં ઉપલબ્ધ છે.