જાણવા મળ્યું છે કે પોપ ફ્રાંસિસ(Pope Francis Hospitalised)ને ગળામાં શ્વસન સંબંધિત ચેપ છે.જોકે, આ કોરોનાવાયરસ સંબંધિત નથી. રોમ સ્થિત હોસ્પિટલ તરફથી પોપના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી શેર કરવામાં આવી છે.
પોપ ફ્રાંસિસ
ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા ગુરુ પોપ ફ્રાંસિસ(Pope Francis Hospitalised)ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જાણવા મળ્યું છે કે પોપ ફ્રાંસિસને ગળામાં શ્વસન સંબંધિત ચેપ છે. જોકે, આ કોરોનાવાયરસ સંબંધિત કોઈ સમસ્યા નથી. રોમ સ્થિત હોસ્પિટલ તરફથી પોપના સ્વાસ્થ્ય અંગે જાણકારી શેર કરવામાં આવી છે.
હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે પોપ ફ્રાંસિસ આગામી દિવસોમાં હોસ્પિટલમાં જ રહેશે. તેમણે જણાવ્યું કે હાલમાં પોપને શ્વાસ લેવામાં સમસ્યા ઉભી થઈ હોવાથી બુધવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અને હજી પણ આગામી દિવસોમાં તે હોસ્પિટલમાં જ રહેશે. હોસ્પિટલના પ્રવક્તા માટેઓ બ્રુનીએ મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે 86 વર્ષીય પોપ, યુવાવસ્થામાં તેમના ફેફસાંનો એક ભાગ હટાવવામાં આવ્યો હતો, જેને કારણે તેમને શ્વાસ લેવામાં સમસ્યા આવી રહી છે. તેમણે સ્પષ્ટતા આપી કે પોપ ફ્રાંસિસને કોરોના થયો નથી. આ પહેલા પણ જૂલાઈ 2021માં તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
નોંધનીય છે કે અગાઉ જેમેલિ હોસ્પટલમાં પોપ ફ્રાંસિસના 33 સેન્ટીમીટરના અંક અંગને ડૉક્ટર દ્વારા હટાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલાય સવાલો ઉઠ્યા હતા. ત્યાર હાલમાં તેમને શ્વાસની ફરિયાદ થતાં જેમેલિ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તપાસ કરાવી. તપાસમાં માલુમ પડ્યું કે તેમના શ્વસનમાં સંક્રમણ થયું છે. જેની સારવાર માટે તેમણે થોડા સમય માટે હોસ્પિટલમાં રહેવું પડશે.
આ પણ વાંચો:Coronavirus: છ મહિના બાદ કોરોનાના કેસમાં રાફડો ફાટ્યો, મહારાષ્ટ્રમાં 3ના મોત
થોડા દિવસ પહેલા પોપ ફ્રાંસિસ નિયમિત રૂપે સામાન્ય લોકો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતાં. લોકોને હંમેશા તેમના ચહેર પરના સ્મિતનો સાથ મળ્યો છે. તે તેમના ચોકની તરફ ફરતા અને બાળકોને વ્હાલ કરતા હતાં. હવે તેમની તબિયત લછડતાં દુનિયાભરના લોકો પોપ ફ્રાંસિસ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.