તામિલનાડુમાં ૪ એક્ઝિટ પોલમાં સ્ટૅલિનની સરકાર, એકમાં વિજયના વિજયની આગાહી
તમિલગા વેત્રી કઝઘમ (TVK) પાર્ટીના ચીફ ઍક્ટર વિજયે ગઈ કાલે શિર્ડીના સાંઈબાબા મંદિરમાં દર્શન કર્યાં હતાં.
તામિલનાડુ વિધાનસભાની કુલ ૨૩૪ બેઠકો પર ચૂંટણી થઈ હતી. સરકાર બનાવવા માટે અહીં ૧૧૮ બેઠકો મેળવવી જરૂરી છે. છેલ્લાં પચાસ વર્ષથી તામિલનાડુમાં દ્રવિડ પાર્ટીઓ એટલે કે દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) અને અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)નો દબદબો રહ્યો છે. ૨૦૨૧માં AIADMK ગઠબંધન માત્ર ૭૫ બેઠકમાં સમેટાઈ ગયું હતું અને DMK ગઠબંધનની સરકાર બની હતી. જોકે આ વખતે સાઉથ ઇન્ડિયન ઍક્ટર વિજયની નવી પાર્ટી તમિલગા વેત્રી કઝઘમ (TVK)ની એન્ટ્રીથી ઘણા ઊલટફેર થાય એવી સંભાવના જતાવવામાં આવી હતી. ગઈ કાલે બહાર આવેલા તામિલનાડુના એક્ઝિટ પોલમાં પાંચ એજન્સીઓમાંથી ચારમાં DMKના ગઠબંધનને બહુમત મળે એવી સંભાવના જતાવવામાં આવી છે, જ્યારે એકમાત્ર ઍક્સિસ માય ઇન્ડિયાના પોલમાં TVKના વિજય નંબરગેમમાં બાજી મારી જાય છે. AIADMK અને BJPનું ગઠબંધન પાંચેપાંચ પોલમાં પાછળ પડી ગયેલું જણાય છે.
|
એક્ઝિટ પોલના આંકડા શું કહે છે? |
|||||
|
|
ઍક્સિઝ માય ઇન્ડિયા |
P-MARQ |
મૅટ્રિઝ |
પીપલ્સ પલ્સ |
ચાણક્ય |
|
DMK+ |
૯૨-૧૧૦ |
૧૨૫-૧૪૫ |
૧૨૨-૧૩૨ |
૧૨૫-૧૪૫ |
૧૪૫-૧૬૦ |
|
AIADMK+ |
૨૨-૩૨ |
૬૫-૮૫ |
૮૭-૧૧૦ |
૬૫-૮૦ |
૫૦-૬૫ |
|
TVK |
૯૮-૧૨૦ |
૧૬-૨૬ |
૧૦-૧૨ |
૧૮-૨૪ |
૦ |
|
અન્ય |
|
૧-૬ |
૦-૬ |
૨-૬ |
૧૯-૨૬ |
ADVERTISEMENT
