Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે સુપ્રીમ કોર્ટને પણ ધરણાં કરવાં છે

હવે સુપ્રીમ કોર્ટને પણ ધરણાં કરવાં છે

Published : 18 October, 2026 08:01 AM | Modified : 18 October, 2026 01:44 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી હાઈ કોર્ટની પાસે ફુટપાથનો અભાવ, સરકારને આપી પચીસ નવેમ્બરની ડેડલાઇન, નહીંતર ન્યાયાધીશો વિરોધ-પ્રદર્શન કરશે

દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટ


સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો પચીસ નવેમ્બર પહેલાં મથુરા રોડ પર રાહદારીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો એના ન્યાયાધીશો દિલ્હી હાઈ કોર્ટના મુખ્ય દરવાજા પર ધરણાં કરી શકે છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથને દિલ્હી હાઈ કોર્ટ જંક્શન અને નૅશનલ ઝૂઓલૉજિકલ પાર્ક નજીક ખતરનાક ક્રૉસિંગને ઠીક કરવામાં વિલંબ વિશે ચિંતા વ્યક્ત કરી હતી જેનો ઉપયોગ વકીલો, અરજદારો અને બાળકો દ્વારા દરરોજ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે સખત ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે આગામી સુનાવણી પહેલાં આ કામ નહીં થાય તો અમે ત્યાં ધરણાં કરવા બેસી જઈશું અને ઍડિશનલ સૉલિસિટર જનરલ વિક્રમજિત બૅનરજીને ઘરે જવા નહીં દઈએ.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 01:44 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK