Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 18 October, 2026 07:53 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમે જે પણ ફેરફારો કરવા માગો છો એને સાતત્યપૂર્ણ રીતે અમલમાં મૂકવાની શિસ્ત જાળવી રાખો. જ્યારે જરૂર હોય ત્યારે તમારી વાત રજૂ કરો, પરંતુ ધ્યાન રાખો કે તમે અફવાઓ કે અપ્રમાણિત માહિતીના આધારે પ્રતિક્રિયા ન આપો. જેમને સ્વાસ્થ્યની જૂની કે લાંબા ગાળાની સમસ્યાઓ છે તેમણે પોતાની ખૂબ સારી રીતે સંભાળ રાખવી જોઈએ. જો તમે પ્રયાસ કરવાની તૈયારી રાખો તો કોઈ પણ પડકારનો સામનો કરી શકાય છે.

સ્કૉર્પિયો વિશે બધું
આકર્ષક વ્યક્તિત્વ અને જુસ્સાથી ભરપૂર સ્કૉર્પિયો રાશિના જાતકો તેમની તીવ્ર અને ઊંડી લાગણીઓ માટે જાણીતા છે. જોકે ક્યારેક તેઓ અન્ય લોકોથી અલગ કે અલિપ્ત જણાતા હોય છે. તેઓ શું ઇચ્છે છે એ વિશે તેઓ ખૂબ સ્પષ્ટ હોય છે અને પૂરા મનોમંથન સાથે એને મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે. તેમની વફાદારી જગવિખ્યાત છે, પરંતુ તેમને કોઈને માફ કરીને ભૂલી જવું ખૂબ મુશ્કેલ લાગે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ કાનૂની બાબત, કરાર કે દસ્તાવેજોના કામકાજમાં નાની-નાની વિગતો પર પણ ધ્યાન આપો. માત્ર વિશ્વાસપાત્ર વ્યક્તિઓ પાસેથી જ સલાહ લો.
લાઇફ ટિપ : જે બાબતો હવે ઉપયોગી નથી એને છોડી દો. પરિસ્થિતિને બળજબરીથી બદલવાનો પ્રયાસ કર્યા વિના નવા પડકારોને સ્વીકારો. તમારી પોતાની અને અન્ય લોકો પ્રત્યે સૌમ્ય રહો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


કોઈ પણ પડકારનો ઉકેલ લાવી શકાય છે, પરંતુ એ પરિસ્થિતિમાં તમારે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. મુશ્કેલ ગ્રાહકો સાથે મક્કમ છતાં પ્રોફેશનલ રીતે વ્યવહાર કરો.
લાઇફ ટિપ : ભલે તર્ક કે સામાન્ય સમજથી વિપરીત લાગતું હોય તો પણ તમારી અંતઃ સ્ફુરણાનું સાંભળો. તમે સત્યને એના વાસ્તવિક સ્વરૂપમાં જુઓ છો ત્યારે જ તમે યોગ્ય રીતે વર્તી શકો છો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં જરૂરી તમામ માહિતી મેળવી લો. કઈ બાબતોમાં ઊતરવું એ વિચારીને નક્કી કરો. એવી પરિસ્થિતિથી દૂર થઈ જાઓ જેનું કોઈ પરિણામ આવવાનું ન હોય.
લાઇફ ટિપ : તમે ગમે એટલા વ્યસ્ત હો, છતાં પોતાના માટે સમય જરૂર કાઢો. જો તમે તનાવમાં અને થાકેલા હશો તો તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો નહીં.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

આવેગજન્ય નિર્ણયો વિપરીત અસર કરી શકે છે અને બિનજરૂરી સમસ્યાઓ ઊભી કરી શકે છે. બૉસ અને વરિષ્ઠોને કાળજીપૂર્વક અને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી સંભાળો.
લાઇફ ટિપ : ફેરફારો અને પરિવર્તનોને થવા દો અને કોઈ પણ પુનરાવર્તિત પૅટર્નમાં તમે પડી રહ્યા છો એના પર કામ કરો. પરિવર્તન એક સમયે એક પગલું ભરતું રહે છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જ્યારે તમારી પાસે ઘણા સારા લાગતા વિકલ્પો હોય ત્યારે કાળજીપૂર્વક પસંદગી કરો. સારી રીતે વિચારીને અને યોગ્ય સંશોધન બાદ જ રોકાણ અને નાણાકીય નિર્ણયો લેવાનો સંકલ્પ કરો.
લાઇફ ટિપ : તમારાં કાર્યોને તમારી ક્ષમતાઓ સાથે સુસંગત રાખો. નાનામાં નાની વાત કે ક્રિયા હોય, એટલું  યાદ રાખો કે તમે જે કંઈ કહો છો કે કરો છો એના માટે તમે પોતે જ જવાબદાર છો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બરજો તમે કોઈ દીર્ઘકાલીન બીમારીનો સામનો કરી રહ્યા હો તો તમારા સ્વાસ્થ્યનું થોડું વિશેષ ધ્યાન રાખો. સ્વરોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને વેપારીઓ માટે આ સમય સકારાત્મક છે.
લાઇફ ટિપ : જે સાચું છે એ જ કરો, ભલે એ નિર્ણય લેવો મુશ્કેલ હોય. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે તમારા અંતરાત્માને તમારું માર્ગદર્શન કરવા દો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમે જીવનશૈલીમાં જે પણ ફેરફારો કર્યા હોય એમાં સાતત્ય જાળવો. ઊંઘના સમય બાબતે જાગૃત રહો. ​​સામાજિક મેળાવડા કે પ્રસંગો દરમ્યાન ખાવા-પીવામાં અતિરેક કરવાનું ટાળો.
લાઇફ ટિપ : અન્ય લોકો સાથે મળીને કામ કરવાથી તમે વધુ મજબૂત બનશો અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની શક્તિ મેળવશો. યાદ રાખો કે સમૂહમાં જ શક્તિ રહેલી છે.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

વચન કે વાયદો ત્યારે જ કરો જો તમે એને નિભાવવાનો ઇરાદો ધરાવતા હો. સ્વરોજગાર ધરાવતા વ્યાવસાયિકો અને વેપારીઓ માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : તમારા જીવનમાં રહેલા અસંતુલનને સુધારવા પર ધ્યાન આપો અને જો જરૂર જણાય તો આમૂલ પરિવર્તન લાવતાં અચકાશો નહીં.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જો તમારી પાસે કરવા માટે ઘણું બધું હોય અને સમય ઓછો હોય તો સમયપત્રકનું ચુસ્તપણે પાલન કરો. આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને પ્રોજેક્ટ્સ ધરાવતા લોકો માટે આ સમય સકારાત્મક છે.
લાઇફ ટિપ : તમારા વ્યક્તિત્વના વિવિધ પહેલુઓને સ્વીકારો. અસ્વસ્થતા કે અસહજતાના પાસાનો પણ એમાં સમાવેશ થાય છે. સ્વસુધારણાથી વધુ સારી વ્યક્તિ બનવાનો સંકલ્પ કરો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

જો તમે ભૂતકાળના અનુભવમાંથી બોધપાઠ ન લીધો હોય તો એ પરિસ્થિતિ ફરીથી સર્જાઈ શકે છે. ઑફિસમાં કોઈ પણ પડકારજનક પરિસ્થિતિનો ખૂબ જ મક્કમતાથી સામનો કરો.
લાઇફ ટિપ : પડકારોનો સામનો કેવી રીતે કરો છો એ બાબતે વધુ સભાન બનો. એવા પડકારો પ્રત્યે પણ જાગૃત રહો જેને તમે પોતે સર્જેલા છે અને જેને સરળતાથી છોડી શકાય એમ છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

તમારી પાસે માત્ર પૈસા છે એટલે બિનજરૂરી વસ્તુઓ પાછળ ખર્ચ ન કરો. ઑફિસમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જેમાં સાવચેતીથી વર્તવાની જરૂર પડે. બોલતાં પહેલાં વિચાર કરો.
લાઇફ ટિપ : જો તમને મદદની જરૂર હોય તો પરિસ્થિતિને સ્વીકારો અને મદદ માગતાં અચકાશો નહીં. પોતાની નબળાઈ કે જરૂરિયાત વ્યક્ત કરવી એ નબળાઈ કે અક્ષમતાની નિશાની નથી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમને મળતી કોઈ પણ માહિતી પર ધ્યાન આપો અને એનો તમારા લાભ માટે ઉપયોગ કરો. તમારા કબાટમાંથી બિનજરૂરી વસ્તુઓ દૂર કરીને જરૂરી વસ્તુઓ રાખવા માટે આ સારો સમય છે.
લાઇફ ટિપ : તમને જેવું જીવન જોઈએ છે એવું જીવન ઘડો અને યાદ રાખો કે મર્યાદાઓ ઘણી વાર આપણે જાતે જ ઊભી કરેલી હોય છે. પોતાની પ્રગતિમાં અવરોધરૂપ બનતા વિચારોને છોડી દો.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 07:53 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK