Video: આવી છે વડાપ્રધાન મોદીના શપથગ્રહણની તૈયારી
નવા વડાપ્રધાનના શપથની તૈયારી
ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર દામોદરદાસ મોદી બીજી વાર વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. જેમાં દેશ-વિદેશના હજારો મહેમાન હાજરી આપવાના છે. આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ દિલ્હી શપથગ્રહણમાં હાજરી આપવી માટે પહોંચી ચુક્યા છે. દિલ્હી અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. જુઓ કેવી છે દિલ્હીમાં તૈયારીઓ..
વડાપ્રધાન મોદીના શપથગ્રહણને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભાજપ હાઈકમાન્ડે લાંબા સમય સુધી મનોમંથન કરીને કેબિનેટ મિનિસ્ટર્સ નક્કી કરી દીધા છે. મોદી અને અમિત શાહ આ સંભવિત પ્રધાનો સાથે બેઠક પણ કરી રહ્યા છે. જો કે હજી સુધી કેબિનેટમાં કોનો સમાવેશ થશે કોનો નહીં તે સત્તાવાર જાહેરાત નથી થઈ. પરંતુ તેને લઈને ઉત્સુકતા યથાવત છે.
આ પણ વાંચોઃ મોદી મંત્રી મંડળઃ ગુજરાતમાંથી આ બે નેતાઓ છે નિશ્ચિત

