Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં વધુ એક ઈમારતનો ભાગ ધરાશાયી, કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની શક્યતા

દિલ્હીમાં વધુ એક ઈમારતનો ભાગ ધરાશાયી, કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની શક્યતા

Published : 07 October, 2026 05:17 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પરિસ્થિતિ અંગે માહિતી આપતા ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "શોધ અને બચાવ કામગીરી ચાલુ છે." અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે કાટમાળની અંદર લોકો ફસાયા હોવાની શક્યતા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સીમાપુરી વિસ્તારમાં એક ઈમારતનો આગળનો ભાગ ધરાશાયી (તસવીર: X)

સીમાપુરી વિસ્તારમાં એક ઈમારતનો આગળનો ભાગ ધરાશાયી (તસવીર: X)


બુધવારે બપોરે ઉત્તર-પૂર્વ દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક ઈમારતનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટના બાદ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ




દિલ્હી ફાયર સર્વિસ (DFS) ને બપોરે લગભગ ૩:૩૦ વાગ્યે ઈમારત ધરાશાયી થયાની માહિતી મળી હતી. કૉલ મળતાની સાથે જ અકસ્માત સ્થળે તાત્કાલિક ફાયર ટૅન્ડરો રવાના કરવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શોધ તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પરિસ્થિતિ અંગે માહિતી આપતા ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "શોધ અને બચાવ કામગીરી ચાલુ છે." અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે કાટમાળની અંદર લોકો ફસાયા હોવાની શક્યતા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના અંગેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે...


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 05:17 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK