કોરોના સામે લડવા હનુમાન ચાલીસાનો પાઠ કરો : પ્રજ્ઞા ઠાકુર
દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોનાગ્રસ્ત દરદીઓની સંખ્યા ૧૩ લાખને પાર પહોંચી ગઈ છે. ત્યાં જ બીજેપીનાં સાસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાતમા માટે હનુમાન ચાલીસાના પાઠ કરવાની અપીલ કરી છે. રામમંદિરના નિર્માણ માટે ૫ ઑગસ્ટના રોજ ભૂમિપૂજન કરવામાં આવશે.
બીજેપીનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને ૫ ઑગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે.
પ્રજ્ઞા ઠાકુરે ટ્વીટ કરીને જણાવ્યું કે આવો, આપણે બધા સાથે મળીને કોરોના મહામારીનો ખાતમો કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. ૨૫થી ૫ ઑગસ્ટ સુધી દરરોજ સાંજે ૭ વાગ્યે પોતપોતાનાં ઘરોમાં હનુમાન ચાલીસાના પાંચ વખત પાઠ કરીએ.

