રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું
રાહુલ ગાંધી
હરિયાણા વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ છેક ૨૪ કલાક બાદ કોઈ પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અહીં INDIA ગઠબંધનની જીત બંધારણની જીત છે, લોકતાંત્રિક સ્વાભિમાનની જીત છે. અમે હરિયાણાનાં અચંબામાં મૂકનારાં પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. ઘણાં વિધાનસભા ક્ષેત્રોમાંથી આવેલી ફરિયાદોને અમે ચૂંટણીપંચને મોકલી રહ્યા છીએ. તમામ હરિયાણાવાસીઓને તેમના સમર્થન અને અમારા બબ્બર શેર કાર્યકરોને તેમના અથાક પરિશ્રમ બદલ દિલથી ધન્યવાદ કહું છું. હક, સામાજિક અને આર્થિક ન્યાય અને સચ્ચાઈના આ સંઘર્ષને જારી રાખીશું, તમારા અવાજને બુલંદ કરતા રહીશું.’