બિહારના વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરલાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેરલા, બિહાર, ઓડિશા, મિઝોરમ અને મણિપુર એમ કુલ પાંચ રાજ્યોના નવા રાજ્યપાલોની નિયુક્તિ કરી છે. ૧૯૮૪ બૅચના રિટાયર્ડ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ (IAS) ઑફિસર અને ભૂતપૂર્વ ગૃહસચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ૨૦૧૯થી ૨૦૨૪ સુધી પાંચ વર્ષ માટે ગૃહસચિવ રહ્યા હતા.
ભૂતપૂર્વ આર્મી ચીફ અને ગાઝિયાબાદના ભૂતપૂર્વ સંસદસભ્ય વી. કે. સિંહને મિઝોરમના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મિઝોરમના રાજ્યપાલ હરિ બાબુ કંભમપતિને ઓડિશાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓડિશાના વર્તમાન રાજ્યપાલ રઘુબર દાસનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કેરલાના ભૂતપૂર્વ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના નવા રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બિહારના વર્તમાન રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરલાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે.