કાર-ડિપ્લોમસીનો સીધો અર્થ એ છે કે બે દેશોના ટોચના નેતાઓ રાજદ્વારી પ્રોટોકૉલને બાજુ પર રાખીને એક જ કારમાં સાથે મુસાફરી કરે છે
વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ફરી એક વાર એકસાથે કારમાં મુસાફરી કરી હતી
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ફરી એક વાર એકસાથે કારમાં મુસાફરી કરી હતી. તેમની દ્વિપક્ષીય મુલાકાત પછી બન્ને નેતાઓએ એક કારમાં ભારત મંડપમમાં આયોજિત બન્ને દેશો વચ્ચેના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રિયલ સહકારને લગતા ઇનોપ્રોમ પ્રદર્શન જોવા સાથે સવારી કરી હતી. આ કાર પુતિનની બખ્તરબંધ ઓરસ સેનેટ છે. આ પહેલાં આ બેઉ નેતાઓ ૩૧ ઑગસ્ટે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એકસાથે કારમાં ગયા હતા. ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાથી લઈને પુતિન સુધીના વિશ્વનેતાઓ સાથે ૧૧ વખત કારમાં સાથે મુસાફરી કરી છે.
કાર-ડિપ્લોમસીનો સીધો અર્થ એ છે કે બે દેશોના ટોચના નેતાઓ રાજદ્વારી પ્રોટોકૉલને બાજુ પર રાખીને એક જ કારમાં સાથે મુસાફરી કરે છે. આ કોઈ સામાન્ય યાત્રા નથી, પરંતુ બન્ને નેતાઓ અને તેમના દેશો વચ્ચેની ઊંડી વ્યક્તિગત મિત્રતા અને અતૂટ વિશ્વાસ દર્શાવવાનો એક માર્ગ છે.
