૨૦૨૩માં વારાણસીમાં ૮,૫૪,૭૩,૬૩૩ વિંધ્યાચલમાં ૭૨,૯૭,૮૦૦, અષ્ટભુજા મંદિરમાં ૪૨,૩૫,૭૭૦, સીતામઢીમાં ૨૫,૪૧,૦૮૦ અને સોનભદ્રમાં ૨૨,૨૬,૩૧૦ પ્રવાસી આવ્યા હતા
યાત્રાળુઓને વારાણસી ગમી ગયું, પહેલા નંબરનું ધાર્મિક પ્રવાસન સ્થળ બન્યું
વારાણસીની કાયાપલટે પ્રવાસીઓને આકર્ષવાનું કામ કર્યું છે અને દેશનું પહેલા નંબરનું ધાર્મિક પ્રવાસન સ્થળ બની ગયું છે. ગયા વર્ષે ૨૦૨૩માં ૮.૫૪ કરોડથી વધુ લોકોએ વારાણસીનો પ્રવાસ ખેડ્યો હતો. બીજા ક્રમે મિર્ઝાપુર આવ્યું છે, ત્યાં ૭૨ લાખથી વધુ પ્રવાસીઓ ગયા હતા. ૨૦૨૩માં પૂર્વાંચલનાં ટોચનાં ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાં વારાણસી પછી મિર્ઝાપુરના વિંધ્યાચલ અને ત્રીજા ક્રમે અષ્ટભુજા મંદિર આવ્યાં છે. આ મંદિર પણ મિર્ઝાપુરમાં જ છે. પછીના ચોથા ક્રમે સંત રવિદાસ નગર (ભદોહી)નું સીતામઢી અને પાંચમા ક્રમે કુદરતી સૌંદર્યથી સભર સોનભદ્ર છે. બનારસ અને આસપાસના જિલ્લાની કનેક્ટિવિટી વધવાને કારણે આ સ્થળોએ પ્રવાસન વિકાસની વિવિધ યોજનાઓ પણ શરૂ થઈ છે. આ જ કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે. પ્રવાસીઓ માટે વારાણસીની આસપાસની ૧૦૦થી ૨૦૦ કિલોમીટરની યાત્રા ઘણી સરળ થઈ ગઈ છે.
૨૦૨૩માં વારાણસીમાં ૮,૫૪,૭૩,૬૩૩ વિંધ્યાચલમાં ૭૨,૯૭,૮૦૦, અષ્ટભુજા મંદિરમાં ૪૨,૩૫,૭૭૦, સીતામઢીમાં ૨૫,૪૧,૦૮૦ અને સોનભદ્રમાં ૨૨,૨૬,૩૧૦ પ્રવાસી આવ્યા હતા.