૨૧૦ ટન વજન ધરાવતું વિશ્વનું સૌથી મોટું શિવલિંગ બિહારમાં મંદિરના સ્થળે પહોંચ્યું, ૧૭ જાન્યુઆરીએ સ્થાપના
વિશ્વનું સૌથી મોટું ૨૧૦ ટન વજન ધરાવતું શિવલિંગ
વિશ્વનું સૌથી મોટું ૨૧૦ ટન વજન ધરાવતું શિવલિંગ પૂર્વ ચંપારણમાં મોતીહારીના વિરાટ રામાયણ મંદિરમાં પહોંચી ગયું છે. મંદિર પરિસરમાં આ શિવલિંગનું સ્વાગત કરીને પૂજા કરવામાં આવી હતી. એમાં ૧૦૦૮ શિવલિંગ છે. જો કોઈ ભક્ત જળાભિષેક કરે છે તો તેને ૧૦૦૮ શિવલિંગ પર જળાભિષેકનું પુણ્ય પ્રાપ્ત થશે. ૧૭ જાન્યુઆરીએ માઘ કૃષ્ણ ચતુર્દશીના પાવન પ્રસંગે વિરાટ રામાયણ મંદિરમાં આ શિવલિંગ સ્થાપિત કરવામાં આવશે. સાથે અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ સ્થાપના કરવામાં આવશે. અયોધ્યા પછી આ વિશ્વનું સૌથી મોટું મંદિર હશે. વિરાટ રામાયણ મંદિર ૨૦૩૦ સુધીમાં પૂરું થશે.
પચાસમાંથી ૪૨ મુસ્લિમ વિદ્યાર્થીઓને ઍડ્મિશન આપનારી વૈષ્ણોદેવી મેડિકલ કૉલેજની માન્યતા રદ
ADVERTISEMENT
નૅશનલ મેડિકલ કમિશન (NMC)એ જમ્મુમાં શ્રી માતા વૈષ્ણોદેવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ એક્સલન્સ (SMVDIME)ની માન્યતા રદ કરી છે. હાલના તમામ બૅચલર ઑફ મેડિસિન, બૅચલર ઑફ સર્જરી (MBBS)ના વિદ્યાર્થીઓને કેન્દ્રશાસિત પ્રદેશની અન્ય માન્ય મેડિકલ કૉલેજોમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ NMCના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કૉલેજમાં ૨૦૨૫-’૨૬ના શૈક્ષણિક વર્ષ માટે શરૂઆતના બૅચના ૫૦ વિદ્યાર્થીઓમાંથી ૪૨ મુસ્લિમ હોવાથી વિવાદ ઊભો થયો હતો. ઘણાં જૂથો દ્વારા એનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.


