NCERTએ બહાર પાડેલા નવા મૉડ્યુલમાં સ્વદેશીની ઐતિહાસિક ચળવળ સાથે વર્તમાન યુગમાં આત્મનિર્ભરતાનો સંદેશ પણ આવરી લેવામાં આવ્યો
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) દ્વારા એક વિશેષ ‘સ્વદેશી’ મૉડ્યુલ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને સ્વદેશી ચળવળ અને આત્મનિર્ભરતાના ઐતિહાસિક અને વર્તમાન મહત્ત્વને સમજવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ મૉડ્યુલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ પરથી પ્રેરિત છે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો છે. NCERTનું આ મૉડ્યુલ ૧૯૦૫ના બંગાળ ભાગલાના સમયથી સ્વદેશી ચળવળનો ઐતિહાસિક સંદર્ભ આપે છે જ્યારે ભારતીયોએ સ્વદેશી ઉત્પાદનોને અપનાવીને બ્રિટિશ આયાતનો બહિષ્કાર કર્યો હતો. મૉડ્યુલમાં એવું પણ સમજાવાયું છે કે સ્વદેશી ચળવળ માત્ર વિદેશી વસ્તુઓને નકારવા પૂરતી નહોતી, ભારતીય વિકલ્પોના સર્જન વિશે પણ હતી.


