વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ અમુક મહિનાઓ બાદ ૩૦ જૂનથી ફરી શરૂ થઈ રહ્યો છે
નરેન્દ્ર મોદી
લોકસભાની ચૂંટણી પહેલાં આચારસંહિતાને કારણે બંધ કરવામાં આવેલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ અમુક મહિનાઓ બાદ ૩૦ જૂનથી ફરી શરૂ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ‘આપ સૌને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે અમુક મહિનાઓના બ્રેક બાદ ‘મન કી બાત’ ફરી શરૂ થઈ રહી છે. આ કાર્યક્રમ માટે તમે મને આઇડિયા અને ઇન્પુટ્સ શૅર કરો. તમે મને MyGov Open Forum, NaMo App અથવા 1800 11 7800 નંબર પર તમારો મેસેજ રેકૉર્ડ કરીને મોકલી શકો છો.
આ પહેલાં પચીસમી ફેબ્રુઆરીએ થયેલી ‘મન કી બાત’માં વડા પ્રધાને ફર્સ્ટ ટાઇમ વોટર્સને મોટી સંખ્યામાં મત આપવા જવાનું આહ્વાન કર્યું હતું. ‘મન કી બાત’નો આ ૧૧૦મો રેડિયો પ્રોગ્રામ હતો.