વડા પ્રધાને નદીથી જનતાને જોડવા માટે જનભાગીદારી આંદોલન શરૂ કરવાની સલાહ આપી હતી
નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સફાઈને લઈને ગુરુવારે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. એમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા, ઉપરાજ્યપાલ વી. કે. સક્સેના અને મુખ્ય સચિવ સામેલ થયાં હતાં. વડા પ્રધાને નદીથી જનતાને જોડવા માટે જનભાગીદારી આંદોલન શરૂ કરવાની સલાહ આપી હતી. બેઠકમાં યમુનાની સફાઈ માટે અલ્પકાલીન (૩ મહિના), મધ્યકાલીન (૩ મહિનાથી ૧.૫ વર્ષ) અને દીર્ઘકાલીન (૧.૫ વર્ષથી ૩ વર્ષ) યોજના પર વિસ્તારથી વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.


