દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૮૮૫૦ મીટર જેટલી છે અને હજી પણ એની ઊંચાઈ વધી રહી હોવાનું નેચર જિયોસાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે.
માઉન્ટ એવરેસ્ટ
દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સમુદ્રની સપાટીથી ૮૮૫૦ મીટર જેટલી છે અને હજી પણ એની ઊંચાઈ વધી રહી હોવાનું નેચર જિયોસાયન્સ જર્નલમાં પ્રકાશિત એક સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે. ઇન્ડિયન અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ વચ્ચે ઘર્ષણને કારણે પાંચ કરોડ વર્ષથી હિમાલયની ઊંચાઈ વધી રહી છે, પણ સાયન્ટિસ્ટોએ નોંધ્યું છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ એનાથી પણ વધારે ગતિથી વધી રહી છે. ૮૯,૦૦૦ વર્ષ પહેલાં કોસી અને અરુણ નદી એકબીજામાં ભળી જતાં માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૧૫થી ૫૦ મીટર વધી ગઈ હતી. આને આઇસોસ્ટૅટિક રીબાઉન્ડ જિયોલૉજિકલ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી દર વર્ષે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૦.૦૧થી ૦.૦૨ ઇંચ વધે છે. એની સાથે લ્હોત્સે અને મકાલુ શિખરોની ઊંચાઈ પણ વધે છે.