બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ તેમના સંસદસભ્ય દાનિશ અલીને સસ્પેન્ડ કર્યા છે.
દાનિશ અલી
નવી દિલ્હી ઃ બહુજન સમાજ પાર્ટી (બીએસપી)એ તેમના સંસદસભ્ય દાનિશ અલીને સસ્પેન્ડ કર્યા છે. સંસદસભ્ય દાનિશ અલીને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપ હેઠળ સસ્પેન્ડ કરાયા છે. બીએસપી સંસદસભ્ય દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. દાનિશ અલીને બહુજન સમાજ પાર્ટીએ વર્ષ ૨૦૧૯માં અમરોહાથી ટિકિટ આપીને લોકસભા ચૂંટણીમાં જિતાડ્યા હતા. અહીં નોંધનીય છે કે બીએસપી સંસદસભ્ય દાનિશ અલી પર બીજેપી સંસદસભ્ય રમેશ બિધુરીના વાંધાજનક નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. દાનિશ અલીને સસ્પેન્ડ કરતાં બીએસપીએ જણાવ્યું હતું કે તમે જે-તે સમયે આપેલા ભૂલી ગયા છો, જેથી તમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે.