Maha Kumbh 2025 Fire: સમગ્ર મહાકુંભ મેળામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ સેક્ટરમાંથી ફાયર બ્રિગેડના વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અને આ અંગે વધુ માહિતી આવવાની હજી બાકી છે.
પ્રયાગરાજના સંગમ ખાતે મહાકુંભ દરમિયાન એક શિબિરમાં આગ લાગતા ધુમાડો વિસ્તારમાં ફેલાયો (તસવીર: એજન્સી)
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ 2025 મેળામાં રવિવારે આગ ફાટી નીકળી હતી. આ આગ શાસ્ત્રીય બ્રિજ નીચે સેક્ટર 19 વિસ્તારમાં લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આગને લીધે ત્યાંના અનેક તંબુઓ સુધી ફેલાઈ ગઈ હતી. તંબુમાં આગ લાગવાને કારણે અનેક સિલિન્ડરો ફાટવાના અહેવાલો પણ છે. ઘટનાસ્થળે આગ બાદ હોબાળો મચી ગયો હતો. ઘણા ફાયર એન્જિન આવી ગયા છે અને આગ પર કાબૂ મેળવવામાં આવી ગયો છે. ફાયર ફાઇટર્સની ટીમ આગ પર કાબૂમેળવવાનો પ્રયાસ કરી રહી છે.
અહેવાલ મુજબ, સેક્ટર ૧૬ સ્થિત દિગંબર આણી અખાડામાં સાંજે ૪ વાગ્યે પ્રસાદ તૈયાર થઈ રહ્યો હતો તે દરમિયાન ભીષણ આગ લાગી. તંબુમાં રાખેલા ત્રણ સિલિન્ડર પણ બ્લાસ્ટ થયા. 1૦ થી ૨0 તંબુ બળીને રાખ થઈ ગયા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારે ભીડને કારણે ફાયર બ્રિગેડને પહોંચવામાં સમય લાગ્યો. સમગ્ર મહાકુંભ મેળામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ સેક્ટરમાંથી ફાયર બ્રિગેડના વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અને આ અંગે વધુ માહિતી આવવાની હજી બાકી છે.
ADVERTISEMENT
View this post on Instagram
નાઇજીરીયામાં પણ બ્લાસ્ટબે લીધે અંદાજે 70ના મોત
પશ્ચિમ આફ્રિકામાં આવેલા ઉત્તર-મધ્ય નાઇજીરીયામાં એક ગૅસોલિન ટૅન્કર વિસ્ફોટ થતાં તેમાં ઓછામાં ઓછા 70 લોકો માર્યા ગયા હોવાની ઘટના બની છે. આ ઘટના મામલે મીડિયા એજન્સીએ નાઇજીરીયાની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીને ટાંકીને અહેવાલ આપ્યો છે. નાઇજીરીયના નાઇજર રાજ્યના સુલેજા વિસ્તાર નજીક શનિવારે વહેલી સવારે એક વ્યક્તિએ જનરેટરનો ઉપયોગ કરીને એક ટૅન્કરમાંથી બીજા ટ્રકમાં ગૅસોલિન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યા પછી આ વિસ્ફોટ થયો હતો.
નાઇજર રાજ્યના સુલેજા વિસ્તાર નજીક શનિવારે વહેલી સવારે એક વ્યક્તિએ જનરેટરનો ઉપયોગ કરીને એક ટૅન્કરમાંથી બીજા ટ્રકમાં ગૅસોલિન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યા પછી ટૅન્કર વિસ્ફોટની દુ:ખદ ઘટના બની હતી. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના હુસૈની ઇસાહે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, બળતણ ટ્રાન્સફર દરમિયાન થયેલા વિસ્ફોટમાં ગૅસોલિન સંભાળનારાઓ અને નજીકના લોકો બન્નેના મોત થયા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) એ જણાવ્યું હતું કે જનરેટરના ઓપરેશનને કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં ટ્રાન્સફરમાં રોકાયેલા લોકો તેમજ નજીકના લોકોના મોત થયા હતા. NEMA ના અધિકારી હુસૈની ઇસાહના જણાવ્યા અનુસાર, શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.
કાર્ગો પરિવહન માટે કાર્યક્ષમ રેલ્વે સિસ્ટમના અભાવને કારણે, આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર નાઇજીરીયામાં મુખ્ય રસ્તાઓ પર જીવલેણ ટ્રક અકસ્માતો વારંવાર થાય છે. સપ્ટેમ્બરમાં, નાઇજર રાજ્યમાં ગૅસોલિન ટૅન્કર અને પશુઓ લઈ જતી ટ્રક વચ્ચે અથડામણમાં વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા હતા. નાઇજીરીયાના ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સ અનુસાર, 2020 માં 1,531 ગૅસોલિન ટૅન્કર અકસ્માતો થયા હતા, જેમાં 535 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,142 લોકો ઘાયલ થયા હતા.