કુશવાહાની પાર્ટીનો જનતા દળ (યુ)માં વિલય
કુશવાહાની પાર્ટીનો જનતા દળ (યુ)માં વિલય
કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન ઉપેન્દ્ર કુશવાહાએ તેમના રાજકીય પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળના પક્ષ જનતા દળ (યુનાઇટેડ)માં વિલીન કરવાનો નિર્ણય લીધો હતો. પક્ષની રાષ્ટ્રીય કારોબારીએ પક્ષની ભાવિ સ્થિતિ વિશે નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર આપવાની ઔપચારિકતા પાર પાડ્યા પછી પત્રકાર પરિષદને સંબોધન કરતાં ઉપેન્દ્ર કુશવાહાએ જણાવ્યું હતું કે ‘દેશની અને રાજ્યની રાજકીય પરિસ્થિતિ એવી છે કે સમાન વિચારો ધરાવતી વ્યક્તિઓ તેમ જ એવાં સંગઠનોએ સાથે મળીને ચાલવાની જરૂર છે. હું મારા મોટા ભાઈ સમાન નીતીશ કુમારના નેતૃત્વમાં મારો ભાવિ રાજકીય પ્રવાસ આગળ ધપાવીશ.’

