Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જાણો સરગમ કૌશલ વિશે જેણે  21 વર્ષ બાદ ભારત માટે જીત્યો મિસિસ વર્લ્ડનો ખિતાબ

જાણો સરગમ કૌશલ વિશે જેણે  21 વર્ષ બાદ ભારત માટે જીત્યો મિસિસ વર્લ્ડનો ખિતાબ

Published : 19 December, 2022 01:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સરગમ વર્ષ 2018થી મોડલિંગ કરી રહી છે. એ જ વર્ષે સરગમે મુંબઈમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ જીત્યો હતો.

સરગમ કૌશલ (તસવીર સૌજન્ય: સરગમ કૌશલ ઈન્સ્ટાગ્રામ)

સરગમ કૌશલ (તસવીર સૌજન્ય: સરગમ કૌશલ ઈન્સ્ટાગ્રામ)


સરગમ કૌશલ (Sargam Kaushal)એ મિસિસ વર્લ્ડ (Mrs World)નો તાજ પોતાને નામ કર્યો છે. 50 સુંદરીઓ વચ્ચેની સ્પર્ધામાં સરગમ કૌશલને તાજ પહેરાવવામાં આવ્યો હતો. અમેરિકાના લાસ વેગાસમાં યોજાયેલી મિસિસ વર્લ્ડ 2022 સ્પર્ધામાં 50 સુંદરીઓએ ભાગ લીધો હતો. જુદા જુદા દેશોમાંથી આવેલા આ સ્પર્ધકોમાં ભારતની રમતે ઈતિહાસ રચ્યો હતો. સરગમ અંતિમ રાઉન્ડની તૈયારી કરતી વખતે ખુબ જ સુંદર દેખાતી હતી. તેણે પિંક કલરનો ફ્રન્ટ હાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો.


સરગમનો તાજ જીત્યા બાદ 21 વર્ષ પહેલા ટાઈટલ જીતનાર અદિતિ ગોવિત્રિકરે સરગમને અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે સરગમ કૌશલ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે. મોડલિંગ શરૂ કરતા પહેલા સરગમ ટીચર હતી. પરંતુ મોડલિંગ તેનો શોખ હતો. પતિના મુંબઈ ટ્રાન્સફર થયા બાદ તેણે મોડલિંગ શરૂ કર્યું.



સરગમના લગ્ન ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર આદિત્ય મનોહર શર્મા સાથે થયા છે. સરગમ વર્ષ 2018થી મોડલિંગ કરી રહી છે. એ જ વર્ષે સરગમે મુંબઈમાં યોજાયેલ મિસિસ ઈન્ડિયા વર્લ્ડનો તાજ જીત્યો હતો. જે બાદ તે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.


આ પણ વાંચો: FIFA 2022: SRKથી લઈને કાર્તિક આર્યન સુધી, ભારતીય સેલેબ્સે કતારમાં માણી ફાઇનલ મેચ

જમ્મુથી પોતાનું શિક્ષણ પૂર્ણ કરનાર સરગમ મિસિસ વર્લ્ડના ટાઈટલ દરમિયાન પોતાના સુંદર દેખાવના કારણે પણ ચર્ચામાં રહી હતી. તે રાષ્ટ્રીય પોશાક માટે મોર પ્રેરિત ડ્રેસમાં અદભૂત દેખાતી હતી. ફાઈનલ રાઉન્ડ માટે તૈયાર થયેલી સરગમે ગુલાબી રંગનો ગાઉન પસંદ કર્યો હતો.


બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર સરગમે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં લોકોની પ્રશંસા મેળવી હતી. સરગમ સફેદ રંગના કુર્તા સાથે સંપૂર્ણ પરંપરાગત શૈલીમાં સજ્જ હતી અને તેના પર હાથની ભરતકામ કરવામાં આવી હતી.સરગમે તેના દરેક લુકથી લોકોને પ્રભાવિત કર્યા હતા. સ્પર્ધાના પ્રસંગે, સરગમ ઘણી વખત આધુનિક ટચ સાથે એથનિક વસ્ત્રો પહેરેલી જોવા મળી હતી. ટ્યુબ ડિઝાઈનના બ્લાઉઝ સાથે લોન્ગ સ્કર્ટમાં સજ્જ સરગમનો લુક ખૂબસૂરત લાગી રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મિસિસ વર્લ્ડ સ્પર્ધાની જ્યુરી પેનલમાં ભારતીય સ્ટાર્સના નામ સામેલ છે. કલાકારો વિવેક ઓબેરોય, સોહા અલી ખાન, અદિતિ ગોવિત્રીકર અને મોહમ્મદ અઝહરુદ્દીન છે.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2022 01:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK