Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરલમમાં કૉન્ગ્રેસની વાપસીના આસાર, લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટનાં સૂપડાં સાફ

કેરલમમાં કૉન્ગ્રેસની વાપસીના આસાર, લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટનાં સૂપડાં સાફ

Published : 30 April, 2026 09:17 AM | IST | Thiruvananthapuram
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલમમાં ૧૪૦ બેઠકો માટે નવમી એપ્રિલે મતદાન થયું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતમાં છેલ્લા એક મહિનામાં પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કેરલમ એકમાત્ર રાજ્ય છે જ્યાં કૉન્ગ્રેસનો સૂરજ ફરી ઊગે એવા આસાર છે. એક્ઝિટ પોલ મુજબ હાલમાં પિનરાઈ વિજયનના નેતૃત્વવાળી સત્તાધારી લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ (LDF)ને તગડો ફટકો લાગે એમ છે. કૉન્ગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ (UDF)ને ૧૦ વર્ષ પછી ફરી સત્તા મળે એવું લાગી રહ્યું છે.

કેરલમમાં ૧૪૦ બેઠકો માટે નવમી એપ્રિલે મતદાન થયું હતું. સરકાર બનાવવા માટે ૭૧ બેઠકની જરૂર પડશે. એક્ઝિટ પોલના સર્વે મુજબ LDFની સત્તામાંથી વિદાય અને કૉન્ગ્રેસ UDFની પૂર્ણ બહુમતની સરકાર બને એમ છે. પોલ ઑફ પોલ્સમાં LDFને ૭૭-૭૯, LDFને ૫૯ અને BJP ગઠબંધનને બે બેઠકો મળે એવું અનુમાન છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 09:17 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK