રાજ્યમાં લોકશાહી અને વાણીસ્વાતંત્ર્યને ખતમ કરવામાં આવ્યાં છે. સત્તાધારી પક્ષને યોગ્ય લાગે ત્યાં જ ઍક્શન જોવા મળે છે, અન્યથા બધું ખતમ થયું છે.
જયા બચ્ચન
ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યાં છે એવો આરોપ લગાવીને સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય જયા બચ્ચન ગઈ કાલે સંસદભવનની બહાર પ્લૅકાર્ડ લઈને ઊભાં રહી ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘BJPના રાજમાં ઉત્તર પ્રદેશ હત્યા પ્રદેશ, બળાત્કાર પ્રદેશ બન્યો છે. મહિલાઓને મારો, બળાત્કાર કરો, તેમને ટાંગી દો. રાજ્યમાં લોકશાહી અને વાણીસ્વાતંત્ર્યને ખતમ કરવામાં આવ્યાં છે. સત્તાધારી પક્ષને યોગ્ય લાગે ત્યાં જ ઍક્શન જોવા મળે છે, અન્યથા બધું ખતમ થયું છે.’
જયા બચ્ચનની આ તસવીર પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી હતી.

