આ સૅટેલાઇટ હવામાનની આગાહી અને કુદરતી હોનારતની ચેતવણીનો અભ્યાસ કરશે.
પ્રતીકાત્મક તસવીર
ધ ઇન્ડિયન પે રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા શ્રીહરિકોટા સ્પેસ પોર્ટ ખાતેથી સ્પેસ ક્રાફ્ટ જીએસએલવી એફ-૧૪ મારફત મિટિયરોલલૉજિકલ સૅટેલાઇટ ઇન્સેટ–૩ડીએસને શનિવારે સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સૅટેલાઇટ હવામાનની આગાહી અને કુદરતી હોનારતની ચેતવણીનો અભ્યાસ કરશે.
પોતાના ૧૬મા મિશનમાં જીએસલવીએ ઇન્સેટ–૩ડીએસ મિટિયરાલૉજિકલ સૅટેલાઇટને જિયોસિન્ક્રોનૉસ ટ્રાન્સફર ઑર્બિટમાં મૂક્યો હતો એને પરિણામે ભ્રમણકક્ષાની ગતિવિધિ નક્કી કરશે કે સૅટેલાઇટ જિયોસ્ટેશનરી ઑર્બિટમાં ગોઠવાયો છે.
ADVERTISEMENT
જિયોસ્ટેશનરી ઑર્બિટમાંથી થર્ડ જનરેશનના મિટિયરોલૉજિકલ સૅટેલાઇટને અનુસરવાનું ઇન્સેટ–૩ડીએસ સૅટેલાઇટ ચાલુ રાખશે. આ મિશન માટે મિનિસ્ટ્રી ઑફ અર્થ સાયન્સિસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. મિટિયરોલૉજિકલ દેખરેખ વધારવા અને જમીન તથા સમુદ્રની સપાટી પરની ગતિવિધિની આગાહી કરવા તથા કુદરતી હોનારતની ચેતવણી આપવા માટે આ સૅટેલાઇટને ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં કાર્યાન્વિત ઇન્સેટ-૩-ડી અને ઇન્સેટ–૩ડીઆર સૅટેલાઇટ સાથોસાથ મિટિયરોલૉજિકલ સર્વિસિસને આ સૅટેલાઇટ વધારશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટી પર દેખરેખ રાખવાનો અને સામુદ્રિક નિરીક્ષણ હાથ ધરવાનો છે. તદુપરાંત ડેટા કલેક્શન પ્લૅટફૉર્મમાંથી એકત્રિત ડેટા અને ડેટા પ્રસારણ ક્ષમતા પૂરી પાડવાનો એનો ઉદ્દેશ છે.


