Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હેલિકૉપ્ટરથી એકસાથે બે મિસાઇલ લૉન્ચ કરવામાં ભારતને મળી સફળતા : નેવીએ કર્યું સફળ પરીક્ષણ

હેલિકૉપ્ટરથી એકસાથે બે મિસાઇલ લૉન્ચ કરવામાં ભારતને મળી સફળતા : નેવીએ કર્યું સફળ પરીક્ષણ

Published : 01 May, 2026 08:42 AM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓડિશાના ચાંદીપુરમાં ટેસ્ટ રેન્જ પર સ્થાપિત રડાર, ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ સિસ્ટમ્સ અને ટેલિમેટ્રીનો ઉપયોગ કરીને મિસાઇલની સમગ્ર ફ્લાઇટ અને લક્ષ્યને ટ્રૅક કરવામાં આવ્યું હતું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) અને નૌકાદળે બુધવારે બંગાળની ખાડીમાં હેલિકૉપ્ટર પરથી ટૂંકા અંતરની નૌકાદળવિરોધી જહાજ મિસાઇલનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું. હેલિકૉપ્ટર પરથી થોડી સેકન્ડના અંતરે બે મિસાઇલ છોડવામાં આવી હતી અને બન્ને મિસાઇલોએ જહાજના નીચેના ભાગને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું. આ ટેક્નૉલૉજી દુશ્મન રડાર સિસ્ટમથી બચી શકે છે.

ઓડિશાના ચાંદીપુરમાં ટેસ્ટ રેન્જ પર સ્થાપિત રડાર, ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ સિસ્ટમ્સ અને ટેલિમેટ્રીનો ઉપયોગ કરીને મિસાઇલની સમગ્ર ફ્લાઇટ અને લક્ષ્યને ટ્રૅક કરવામાં આવ્યું હતું. સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ મિસાઇલના વિકાસથી સૈન્યની ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો થશે.



આ મિસાઇલ જહાજના એ ભાગને નિશાન બનાવે છે જે સૌથી વધુ સંવેદનશીલ હોય. આ મિસાઇલમાં એક સિસ્ટમ છે જે એને ઉડાન દરમ્યાન નવી માહિતી પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. જરૂર પડ્યે એ દિશા પણ બદલી શકે છે. આ મિસાઇલ વિવિધ DRDO પ્રયોગશાળા અને ભારતીય ઉદ્યોગો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી હતી. હવે એનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 08:42 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK