કૃષ્ણા ઘાટી વિસ્તારમાં લૅન્ડમાઇનમાં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ જોરદાર ફાયરિંગ કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન સરહદે લાઇન ઑફ કન્ટ્રોલ (LOC) પર પૂંછ વિસ્તારમાં મંગળવારે બપોરે ૧.૧૦ વાગ્યે પાકિસ્તાને નાપાક ઇરાદા સાથે ફાયરિંગ કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો અને ઘૂસણખોરી કરનારાઓએ પાછા નાસવું પડ્યું હતું. કૃષ્ણા ઘાટી વિસ્તારમાં લૅન્ડમાઇનમાં વિસ્ફોટ થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ જોરદાર ફાયરિંગ કર્યું હતું. જોકે ઘૂસણખોરીનો પ્રયાસ અટકાવવા માટે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પાકિસ્તાનના પાંચ સૈનિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે


