‘ફૉર્બ્સ’ મૅગેઝિને જણાવ્યા મુજબ તેમની સંપત્તિ ૨૯.૧ બિલ્યન ડૉલર છે.
સાવિત્રી જિન્દલ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભારતનાં સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિન્દલ અપક્ષ તરીકે હિસાર બેઠક પરથી ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના કુરુક્ષેત્ર વિસ્તારના સંસદસભ્ય નવીન જિન્દલનાં ૭૪ વર્ષનાં મમ્મી સાવિત્રી જિન્દલે ગઈ કાલે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે હરિયાણાના પ્રધાન અને હિસાર બેઠકના વર્તમાન વિધાનસભ્ય કમલ ગુપ્તા વિરુદ્ધ ઉમેદવારી નોંધાવી છે. તેમણે BJP પાસેથી હિસાર બેઠક પર ચૂંટણી લડવા ટિકિટ માગી હતી, પણ તેમને અપાઈ નહોતી. ‘ફૉર્બ્સ’ મૅગેઝિને જણાવ્યા મુજબ તેમની સંપત્તિ ૨૯.૧ બિલ્યન ડૉલર છે.